Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

હવામાન / ગુજરાતના 17 જિલ્લામાં ભારે વરસાદ, ગરમી પણ વધશે, હવામાન વિભાગની આગાહી

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં અસામાન્ય અને બદલાતું હવામાન જોવા મળી રહ્યું છે. છેલ્લા છ દિવસ દરમિયાન દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો પ્રકોપ અનુભવાયો છે. જ્યારે સાંજ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે. કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદ પણ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 7 એપ્રિલ 2026ના રોજ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને વડોદરા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે 7 એપ્રિલ 2026 ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ તેમજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

 

Share

Related posts

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

ડિજિટલ એપ્લિકેશન આધારિત વિદ્યાર્થી વિજ્ઞાન મંથનની પ્રતિભા શોધ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન લેવાશે – જાણો વધુ

gujaratjanekta

‘શક્તિ’એ લીધો યુટર્ન! વાવાઝોડું તો ગુજરાત તરફ આવી રહ્યું છે, દ્વારકાથી બસ આટલા જ કિમી દૂર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial