Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં પિતાજી ગ્રુપ દ્વારા યોજાયેલ ‘માઁ ઉમા ગરબા મહોત્સવ’માં મીડિયા કર્મીઓ સાથે અણછાજતું વર્તન: એપ્લિકેશન ડાઉનલોડ અને રોજિંદા QR કોડની ઝંઝટથી સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ!!

ગોધરા ખાતે પિતાજી ગ્રુપ (Pitaji Group) દ્વારા ‘પિતાજી ધામ’ ખાતે 8 થી 20 ઓક્ટોબર 2026 દરમિયાન ‘માઁ ઉમા ગરબા મહોત્સવ’ (MATAJI UMA GARBA MAHOTSAV – MUGM 2026) નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ કાર્યક્રમના કવરેજ માટે પહોંચતા સ્થાનિક પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે આયોજકો દ્વારા કરવામાં આવેલા અણછાજતા અને જટિલ નિયમોને કારણે સ્થાનિક મીડિયા આલેખકોમાં ભારે વિરોધનો સૂર ઊઠ્યો છે. 

ગોધરાના ઇતિહાસમાં પ્રથમ વખત ગરબા મહોત્સવના કવરેજ માટે પત્રકારો પર આવી વિચિત્ર શરતો લાદવામાં આવી છે. આયોજકો દ્વારા મીડિયા પ્રતિનિધિઓને પહેલા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને દરરોજ નવો QR કોડ આપવામાં આવે છે, જે QR કોડ ગરબા ગ્રાઉન્ડ પર જઈને સ્કેન કરાવ્યા બાદ જ પ્રવેશ પાસ આપવામાં આવે છે. ફોન ઉપર જવાબ ન આપતાં પત્રકારો માં રોષ વ્યાપી જવા પામ્યો છે.

​લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયાના પ્રતિનિધિઓ, જેઓ કોઈ પણ સ્વાર્થ વગર કાર્યક્રમનું સચોટ કવરેજ અને પ્રચાર-પ્રસાર જનતા સુધી પહોંચાડે છે, તેમની સાથે આવું તુમાખીભર્યું અને અવ્યવહારુ વર્તન કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. રોજ-રોજ ગ્રાઉન્ડ પર જઈને QR કોડ બતાવી પાસ મેળવવાની આ તઘલખી પ્રક્રિયા પત્રકારોની કામગીરી અને સમયનો અનાદર દર્શાવે છે.

Share

Related posts

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વધુ વરસાદને કારણે કપાસના ઊભા પાકમાં જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના નિયંત્રણ માટે લેવાના થતા પગલા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial