Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

નવરાત્રિ મહોત્સવ: પાવાગઢ માચી ખાતે માઇભક્તો માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઠંડા પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા

પંચમહાલ:

પવિત્ર નવરાત્રિ પર્વ અંતર્ગત યાત્રાધામ પાવાગઢ ખાતે મા કાલીના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુખાકારી માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

​હાલમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ માચી ખાતે દર્શનાર્થે આવતા માઇભક્તોને ગરમી અને થાક વચ્ચે પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

​યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા પ્રશાસન દ્વારા માચી વિસ્તારમાં ઠેર-ઠેર વોટર કુલીંગ સિસ્ટમ અને પીવાના પાણીના પોઇન્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. ડુંગર ચઢતા અને ઉતરતા માઇભક્તોને સરળતાથી ઠંડુ અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

​જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગની આ લોકાભિમુખ કામગીરીથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ ભારે સંતોષ વ્યક્ત કર્યો છે અને તંત્રનો આભાર માન્યો છે.

 

Share

Related posts

ચંદવાણા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

મનીષા રોપેટાએ પાકિસ્તાનમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી બની પહેલી હિન્દુ મહિલા DSP

gujaratjanekta

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા પૂવાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial