Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

શિક્ષણના નામે ચાલતી ‘દુકાનો’ પર NCISM નો ચાબુક: ગુજરાતમાં આયુર્વેદ કૌભાંડનો ધમાકેદાર પર્દાફાશ, ૭ કોલેજોની માન્યતા રદ થતાં ૬૨૦ બેઠકો ધડામ!

 

ગુજરાતના તબીબી શિક્ષણ ક્ષેત્રે એક એવો મહાવિસ્ફોટ થયો છે જેનાથી સમગ્ર શિક્ષણ જગત અને આરોગ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે! તબીબી શિક્ષણના નામે દર્દીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમતી ‘કાગળ પરની કોલેજો’ સામે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસીન (NCISM) એ લાલ આંખ કરીને એવો આકરો પ્રહાર કર્યો છે કે સંચાલકોના હોશ ઊડી ગયા છે.  

​કડક નિરીક્ષણ દરમિયાન નિયમોના ધજાગરા ઉડાડતી અને પૂરતી સુવિધાઓ વિના માત્ર કમાણીના અડ્ડા બની ગયેલી ગુજરાતની ૭ નામાંકિત ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ (Denial of Permission) કરી દેવામાં આવી છે! NCISM એક્ટ ૨૦૨૦ ની કલમ ૨૮ અને ૨૯ નો ચાબુક ફટકારીને આ સાતેય કોલેજોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે BAMS (આયુર્વેદાચાર્ય) કોર્સના નવા એડમિશન પર સંપૂર્ણપણે તાળું મારી દેવાયું છે. આ ધડાકાભેર કાર્યવાહીને કારણે રાજ્યમાં આયુર્વેદની એકસાથે ૬૨૦ બેઠકો પર ગ્રહણ લાગી ગયું છે, જેનાથી ડોક્ટર બનવાનું સપનું સેવતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ છે! 

 

તપાસમાં મોટો ધડાકો: ન પ્રોફેસર, ન દર્દી… માત્ર લાખોની ફીની વસૂલી!

​જ્યારે NCISM ની ટીમે આ કોલેજો પર ગુપ્ત સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે આંચકાજનક હતા! લાખો રૂપિયાની માતબર ફી ઉઘરાવતી આ ખાનગી કોલેજો પાસે ના તો પૂરતા ક્વોલિફાઇડ પ્રોફેસરો હતા કે ના તો હોસ્પિટલમાં દર્દીઓ કે જરૂરી તબીબી સાધનો! ટૂંકમાં, સુવિધાઓના નામે મીંડું અને માત્ર રોકડી કરવાનો ખેલ ચાલી રહ્યો હતો!

​આ સાત ‘બોગસ’ કોલેજો પર પડ્યોNCISM નો કડાકો:

​જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ (૧૦૦ બેઠક), વડોદરાની સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ (૧૦૦ બેઠક), મહેસાણાની સરદાર આયુર્વેદ કોલેજ (૧૦૦ બેઠક), ખેડાની ડાલિયા આયુર્વેદ કોલેજ (૧૦૦ બેઠક), લીંબડીની લીંબડી આયુર્વેદિક કોલેજ (૧૦૦ બેઠક), ગોધરાની જય જલારામ આયુર્વેદિક કોલેજ (૬૦ બેઠક) અને અમરેલીની શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજ (૬૦ બેઠક) ની માન્યતા એક જ ઝાટકે રદ કરી દેવાઈ છે. 

દર વર્ષે એડમિશનની મૌસમ આવે ત્યારે જ સરકારી તંત્ર જાગે છે અને આખરે NEET પાસ કરીને આવેલા તેજસ્વી અને હોંશિયાર વિદ્યાર્થીઓનો બલિના બકરા જેવા રઝળવાનો વારો આવે છે! આ ઘટનાથી રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ તીખા સવાલો ઉઠાવ્યા છે કે:

૧. રાજ્યનો આરોગ્ય વિભાગ અને યુનિવર્સિટીઓ આટલા વર્ષોથી ઊંઘતી હતી કે કાગળ પર ચાલતી આ કોલેજોને આંખ મીંચીને મંજૂરીઓ અપાતી હતી?

૨. માત્ર માન્યતા રદ કરવાથી શું વળશે? શિક્ષણના નામે હાટડીઓ ખોલીને બેઠેલા આવા કૌભાંડી સંચાલકો સામે કડક ગુનાહિત કાર્યવાહી (Criminal Case) ક્યારે થશે? 

​હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ ‘ગૃહપાપ’ કરનારા સંચાલકો સામે જેલભેગા કરવાની કડક કાર્યવાહી કરે છે કે પછી દર વખતની જેમ કાગળ પરના કાયદા બતાવીને મામલો રફેદફે કરી દે છે!

 

Share

Related posts

દાહોદ જીલ્લામાં વેટલેન્ડ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ : ૩૦૦૦ કરતા વધુ પક્ષીઓનું આગમન – જુઓ VIDEO

gujaratjanekta

2022 વિધાન સભા ની ચૂંટણી , વાવ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર

gujaratjanekta

દાહોદ ના બસ સ્ટેશન ખાતે નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial