બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર આયોજિત ધી એમ્પાયર ઇમિગ્રેશનના સહયોગથી ગાંધીનગર ટાઉનહોલ ખાતે તાજેતરમાં ગુજરાત ભરના બ્રહ્મ સમાજના લાભાર્થે મિશન જર્મની 111 અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. જેમાં જાણીતા શિક્ષણ વિદ શ્રી ગિજુભાઈ ભરાડ, હાસ્ય કલાકાર અને દાનવીર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી,વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ના ડોક્ટર ટી એસ જોશી, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન પ્રમુખ જતીનભાઈ ભરાડ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળ ના ઉપપ્રમુખ છેલભાઈ જોશી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષભાઈ ઠાકર, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખશ્રી ભરતભાઈ રાવલ, બ્રહ્મ અગ્રણી ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, મદદનીશ શિક્ષણ સચિવ શ્રી પુલકિત જોશી, દુર્ગા ધામના અધ્યક્ષ ભાવેશભાઈ રાજ્યગુરુ, કડી વિશ્વવિદ્યાલય ના ડીન શ્રી ડો.ભાવિન પંડ્યા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખશ્રી ભરતભાઈ રાવલ, બ્રહ્મદેવ સમાજ રાજકોટના પ્રમુખ મિલન શુક્લ, નાયબ પશુપાલન નિયામક ડોક્ટર સુકેતુ ઉપાધ્યાય, સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર (સે.૧૬) પ્રમુખ નરેશભાઈ દવે, ઉપપ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ના હરગોવિંદ શિરવાડિયા, બ્રહ્મ અગ્રણી અને નોટરી નિલેશ પંડ્યા, અગ્રણી ચંદ્રકાંત મહેતા, સુખદેવ દવે ,વિનુભાઈ ચાવ ,અશોકભાઈ ત્રિવેદી, તેમજ ગાંધીનગરના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન ત્રિવેદી, હેમાબેન ભટ્ટ ,અંજનાબેન મહેતા, મહિલા મોરચાના શ્રીમતી વંદનાબેન ઠાકર ,અલકાબેન ત્રિવેદી, તેમજ રુદ્રાક્ષ એસોસિએશનના મેહુલભાઈ રાવલ, ગ્રેવિટી ફિલ્મ્સના અમિતભાઈ દવે, સહિત ગુજરાત ભરના બ્રહ્મ સમાજના મહાનુભાવો અને બ્રહ્મ અગ્રણીઓ સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનો શુભારંભ વિદ્વાન ભૂદેવો ના મુખેથી વહેતી વેદોક્ત મંત્રોચ્ચારની સુરાવલીઓ સાથે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીગણ અને સંત શ્રી મુક્તાનંદ બાપુ તેમજ મંચસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય બાદ તાજેતરમાં થયેલ પુલવામાં આતંકી હુમલામાં શહીદી ને વરેલા શહીદોને ઓમકારના ઉચ્ચારણ સાથે એક મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને દરેક બ્રહ્મ અગ્રણીઓનું સ્વાગત અને સન્માન પણ સાલ, ફૂલહાર, પુષ્પગુચ્છ, અને ચંદન વૃક્ષનો છોડ અર્પણ કરી કરવામાં આવેલ.’ મિશન જર્મની 111’પ્રોજેક્ટ વિશે મૌલિકભાઈ રાવલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવેલ જ્યારે ટ્રસ્ટના પ્રમુખશ્રી અમિતભાઈ જોશી દ્વારા આ અંગે વિસ્તૃત પણે જાણકારી અને ઉપસ્થિત ઉમેદવારોના પ્રશ્નોત્તરીના જવાબો આપી ‘ધી એમ્પાયર ઇમિગ્રેશન’ માત્ર સમાજ અને ટ્રસ્ટને સહયોગ આપવાના ભાવ સાથે કોઈપણ પ્રકારની કન્સલ્ટન્સી ફી લીધા વિના સમાજના હિતમાં કામ કરી રહેલ છે’

તેમજ સમાજના અમુક બની બેઠેલા આગેવાનો દ્વારા કરાયેલ અપ પ્રચાર અંગે દુઃખ વ્યક્ત કરેલ, જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ એ જણાવેલ કે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ને નોકરી ધંધાર્થે જર્મની જવા માટેનું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયેલ છે જેનો લાભ સમાજના મહત્તમ ઉમેદવારો લઈ શકે અને બીજી કોઈ ભ્રામક વાતોમાં ન આવે આ આયોજનમાં અમારો સંપૂર્ણ સહયોગ અને જવાબદારી પણ છે,

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી એ સમાજે એક બની સમાજના ઉત્કર્ષ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહી ખરા અર્થમાં સમાજના હિતમાં કામ કરી રહેલ આ ટ્રસ્ટ અને સામાજિક સંસ્થાઓને ઉપયોગી થવા પોતાની આગવી ભાષામાં અપીલ કરેલ ,ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુએ જણાવેલ કે ‘સમાજ સર્જનની વિચારધારા અપનાવે ખંડનની નહીં, તમેં સમાજ ઉપયોગી સારા કાર્યો કરો એટલે દરેક પ્રકારની મદદ તો ચોક્કસ મળી જ રહેશે આ અંગે જરા પણ ચિંતા કરવાની નથી ,રાષ્ટ્રીય સ્તરે સમાજના વિકાસ માટે કોઈ સંસ્થા ન હોય જે અંગે પણ વિચારવું અને એમાં પણ અમારો સહયોગ હંમેશા મળી રહેશે’, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી છેલભાઈ જોશી એ પોતાના આક્રમક અંદાજમાં ટ્રસ્ટના આ કાર્યની વારંવાર પ્રશંસા કરી અને સમાજમાં થતા આવા પ્રેરણાત્મક કાર્યમાં સહકાર આપવાને બદલે ખરાબ વાતો અને પ્રચાર કરતા સમાજના જ તત્વોને આવું ન કરવા ખુલ્લી ચેતવણી આપેલ. આ સિવાય ઉપસ્થિત બ્રહ્મ સમાજના અનેક પ્રબુદ્ધ અગ્રણીઓ શિક્ષણ વિદો, અને અગ્રણીઓ દ્વારા ટ્રસ્ટ દ્વારા થઈ રહેલ કાર્યોની સરાહના કરી આ કાર્યક્રમને બિરદાવી ખુશી વ્યક્ત કરેલ કાર્યક્રમના અંતે ટ્રસ્ટના મંત્રી શ્રી પુષ્પકભાઈ શાસ્ત્રી એ ટ્રસ્ટ દ્વારા કરેલા કાર્યો અને આગામી કાર્યો વિશે જાણકારી આપી કાર્યક્રમમાં સહભાગી સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ, કાર્યક્રમનું મૃદુ ભાષામાં આગવી ઢબે સુંદર સંચાલન જાણીતા ઉદઘોષક પૂર્વેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ.

