ક્રિષ્ણા રબારી – અમદાવાદ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમીષાબેન સુથાર ની ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય અને શ્ર્લોક ધ્વારા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી નિમિષાબેન એમ સુથાર, એપોલો હોસ્પિટલ ગાંધીનગર ના સી.ઓ.ઓ. નિરજ લાલ, શ્રી પરેશ મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા.

મેડીકલ ક્ષેત્રે તબીબો અને દર્દીઓની સાર સંભાર કઈ રીતે કરવી, તેમના હિતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટરો પાસેથી દર્દીના હિતાર્થે માટે સલાહ સુચન લેવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં થયેલ વિચાર-મંથન અમદાવાદના મેડિકલ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવશે.

“AMACON-2022” કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલના પ્રમુખ ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર, ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના અધ્યક્ષ ડૉ. પરેશ મજમુદાર, અમદાવાદ મેડિકલ એસોસિયશનના અધ્યક્ષ ડૉ. દિલીપ ગઢવી અને સેક્રેટરી ડૉ. ગાર્ગી પટેલ, એપોલો હોસ્પિટલ, ગાંધીનગરના COO શ્રી નીરજ લાલ સહિત 500 થી પણ વધુ તબીબો હાજર રહ્યા હતા.

