Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયા ફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયાફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજીફતેપુરા વિધાનસભામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સુખસર ખાતે બેઠક યોજવામાં આવી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભા માં ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયેલ છે. જેમાં સદસ્યતા અભિયાનને ઘર -ઘર સુધી પહોંચાડવા સંગઠન ના હોદ્દેદારો કામે લાગી ગયા છે. ગુરુવાર ના રોજ સુખસર ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા ની વિશેષ ઉપસ્થિતીમા બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, મહામંત્રી નરેન્દ્ર સોની, સહ પ્રભારી કુલદીપ સિંહ, સહિત ચૂંટાયેલ સભ્યો, જિલ્લા ભાજપના વિવિધ મોરચા, વિવિધ સમિતિઓના સભ્યો, જિલ્લા સદસ્યો, હોદેદારો સાથે સદસ્યતા અભિયાનને ઘર -ઘર સુધી પહોંચાડવા રણનીતિ ઘડી હતી. દેશભરમાં ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક બુથ સુધી કઈ રીતે પહોંચવું અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

Share

Related posts

ભારે પવન અને વરસાદના કારણે નગરાળા જેશાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

gujaratjanekta

ઉતરાયણ 2023 – વડોદરામાં કલ્લુભાઈનો માંજાનો અનોખો ક્રેઝ,70 વર્ષથી ફેમસ છે : લોકો લગાવે છે લાઈનો

Admin

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા પ્રાથમિક શાળામા કાદવ કીચડ વાળા રસ્તે અભ્યાસ કરવા આવતા બાળકો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial