Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!


 રીતેશ પટેલ – દાહોદ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની આજે મુલાકાત લીધી. માનગઢધામ ને હરિયાળુ, સુવિધાસભર, આકર્ષિત કરી સંપૂણઁ વિકાસ કરવો હવે એજ અમારો મંત્ર તેવુ કુંબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું.

શ્રી ગુરુગોવિદની પવિત્ર ભુમી માનગઢધામ નો સંપૂણઁ વિકાસ થાય તે માટે સંતરામપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંબેરભાઇ ડીંડોર દ્વારા દેશના વડાપ્રધાનને રુબરુ મળી માનગઢધામ નો સઁવાગી વિકાસ કરવામા આવે અને દેશના ખુણે ખુણે થી લોકો આવે માનગઢ ખાતે પધારે તેમજ ગુરુગોવિદ ના સતકાર્યો, વીર સહાદત, વીર પુરુષોની વીર ગાથા, આદિવાસીઓ ની જીવન શૈલી પ્રદર્શન સ્વરૂપે નિહાળે અને માનગઢધામનુ દેશ દુનિયામા નામ રોશન થાય તે માટે માનગઢધામનો પ્રવાસન ધામ તરીકે સંપૂણઁ વિકાસ થાય તે માટે દેશના વડાપ્રધાનને રુબરુ મળી એક પ્રોજેકટ તૈયાર કરી આપવામા આવ્યો હતો. ત્યાર બાદ માનગઢધામની બે મહિના અગાઉ જ ચુંટણી કમિશ્ર્નર સહિત ગુજરાતની ટીમે મુલાકાત લીધી હતી.

આજરોજ ફરી માનગઢધામ ખાતે ભારત સરકારના ટ્રાયબલ વિભાગના સેકેટ્રરી અનિલ ઝા , ગુજરાત સરકારના ટ્રાયબલ વિભાગના સૂક્રેટ્રરી મુરલી ક્રિશ્ર્ના એ દેશના વડાપ્રધાનના આદેશના પગલે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામ ની મુલાકાત લીધી હતી. મંત્રી કુંબેરભાઈ ડીંડોર અને સેન્ટ્રલ સેક્રેટરીએ માનગઢધામ ખાતે ગુરુગોવિદની પ્રતિમાને પુષ્પ અપણઁ કરી ધુણીના દશઁન કરી માનગઢ ધામ નુ નિરીક્ષણ કયુઁ હતુ. માનગઢ ધામ નો સંપૂણઁ વિકાસ કઇ રીતના થાય, ટ્રાયબલ મેમોરીયલ,એક ડુંગર થી બીજા ડુંગરને જોડતો હેગિંગ પુલ, ટ્રાયબલ ની હાથ બનાવટની ચિજો નુ ઉત્પાદન વેંચાણ સહિત સઁવાગી વિકાસ કઇ રીતના થાય તે માટે વિસ્તરુત ચચૉ વિચારણા કરી માહિતી પુરી પાડવામા આવી હતી. આ પ્રંસગે મહિસાગર જિલ્લા કલેકટર, ડીડીઓ અન્ય અધિકારીઓ અરુણભાઇ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગરબાની રમઝટ અને મેટ્રો ટ્રેન ની ધમધમાટ વચ્ચે ગુજરાતના આંગણે “36મો રાષ્ટ્રીય રમતોત્સવ આજથી શરૂ – જાણો વધુ

gujaratjanekta

કોવિડ-૧૯ ના તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ

Admin

ઝાલોદ. તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાના હસ્તે વિવિધ ગામોમાં 587.43 લાખના કામોની ખાત મુહૂર્ત કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial