Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અથાગ પરિશ્રમ પછી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું

સંકેત પંડ્યા – એડિટર

ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં રહીને દેશ નું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ એ પોતાની એક અલગ ઓળખ બનાવી છે, સખત સઘર્ષ અને પરિશ્રમ બાદ પોતાનું સ્વપ્ન એવું નવું મકાન બનાવ્યુ છે.

        નવા મકાન ના ગૃહ પ્રવેશ પ્રસંગે માતા પિતા ના આશીર્વાદ લેતાજ પિતા ભાવુક બન્યા હતા અને તેમની આંખો ભરાઈ ગઈ હતી. ભગવાન સત્યનારણ ની કથા સાથે ગુહ પ્રવેશ કરતી દીકરી સરિતાની મહેનત અને પ્રગતિ ના સાક્ષી એવા માતા પિતાએ તેને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા હતા, સરિતાએ આ સમયે પોતાનું સ્વપ્ન પૂરું થતા ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગ્રામીણ વિસ્તારોના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિ ને બહાર કાઢવા માટે ખેલ મહાકુંભ ની શરૂઆત કરી હતી જેને કારણે ડાંગ જેવા આદીવાસી અને પછાત વિસ્તારમાં એ પણ ખુબજ અંતરિયાળ ગામ માં કોઈ પણ સુવિધા વગર ઉછરેલી સરિતા ગાયકવાડ મહેનત થી આજે પોતાની અલગ ઓળખ બનાવી છે, અને ગરીબીમાંથી પોતાના પરિવાર બહાર લાવી એક સુવિધા સભર જીવન આપ્યું છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

બર્ડ ફીડર અભિયાન દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ના આદેશથી વ્હોરા સમાજની અનોખી પહેલ

gujaratjanekta

આજે આપ મુખ્યમંત્રી પદનો ચહેરો કરશે જાહેર, લોકોના પ્રતિભાવ બાદ આજે ફાઈનલ નિર્ણય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial