Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ, જિલ્લા ભરમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે ગુજરાતનાં મુખ્ય ચૂંટણી પંચે આપી માહિતી

 સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે. 
બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન છે
દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 7,85,746 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 7,99,241 છે આમ, દાહોદ જિલ્લામાં જ્યાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે.
રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં દાહોદ જિલ્લામાં 4,89,536નો સમાવેશ થાય છે
Share

Related posts

રીલેશનશીપનો અંત આવી જતા રાજકોટના ૩૧ વર્ષના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ: સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

Admin

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ નું એકદમ મજેદાર, ધમાકેદાર ટ્રેલર થયું મુંબઈ માં લૉન્ચ કરવામાં આવ્યું

Admin

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ રોકવા ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ ગોઠવાઈ, હાલમાં બર્ડહિટ અટકાવવા લેસર ગન, ઝોન ગનનો ઉપયોગ થાય છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial