Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ PHC સેન્ટર ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુઁના ઈ.લોકાર્પણ આયુષ્યમાન ભવ:કાર્યક્રમ જોવામાં આવ્યો

પંકજ પંડિત: ઝાલોદ 

આજરોજ ઝાલોદ બ્લોક ઓફિસ ખાતે ૧૨.૦૦ કલાકે દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીના વરદહસ્તે તા.૧૩ સપ્ટેમ્બરે આયુષ્માન ભવઃ કાર્યક્રમનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લાર્ભાર્થીઓને આરોગ્યની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા જેમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અને નીક્ષય મિત્રની પણ ચર્ચા કરવામાં આવી, આજના આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોર , અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, બ્લોક સુપરવાઇઝર,ટીબી સુપરવાઇઝર, ટીબી ચેમ્પિયન અને અર્બન હેલ્થ સેન્ટર નો સ્ટાફ હાજર રહ્યો હતો, આયુષ્માન ભવ કાર્યક્રમ તાલુકાના તમામ PHC અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર પણ જોવામાં આવ્યો હતો, ત્યારબાદ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ટીબીના દર્દીને દત્તક લીધેલ નીક્ષય મિત્ર બનેલ રહીમભાઈ ગુડાલા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઝાલોદ ના સ્ટાફને *નીક્ષય મિત્ર* સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર તુષાર ભાભોર સાહેબ દ્વારા પણ આજરોજ નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય કીટ આપવામાં આવી.

Share

Related posts

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

gujaratjanekta

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

gujaratjanekta

અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial