Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સાવલી તાલુકાના ધનતેજ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા માર્ગદર્શન અને પથ સંચાલન કરાયુ

સાવલી તાલુકા ના ધનતેજ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા પથ સંચાલન નું આયોજન કરવા માં આવ્યું હતું.ધનતેજ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પથ સંચાલન માં જતીનભાઈ જાદવ (વડોદરા જિલ્લા શારીરિક પ્રમુખ), પારસભાઈ દરજી ( સાવલી તાલુકા કાર્યવાહ), જયપાલસિંહ મહીડા (વડોદરા જિલ્લા સહ શારીરિક પ્રમુખ), ઈન્દ્રજીતસિંહ સોલંકી(સાવલી તાલુકા સામજિક સમરસતા પ્રમુખ), પ્રફુલસિંહ સોલંકી, યશ પટેલ તેમજ સાવલી તાલુકા અને ધનતેજ ના સંધી અગ્રણીઓ ની ઉપસ્થિતી માં યોજવા માં આવ્યું હતું.

ગામ ના રાજમાર્ગો પર ઠેર ઠેર રેલી નું પુષ્પવર્ષા કરી સ્વાગત પણ કરવા માં આવ્યું હતું.બારોટ ફળિયા થી પ્રસ્થાન કરી ગામ ના મુખ્ય માર્ગો પર પથ સંચાલન કરવા માં આવ્યું હતું તેમજ પ્રસ્થાન સ્થાને જ પથ સંચાલન ની પૂર્ણાહુતિ કરવા માં આવી હતી. બારોટ ફળિયા ખાતે ઉપસ્થિત સંધી કાર્યકર્તાઓ ને સંબોધન કરતા અગ્રણીઓ એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પથ સંચાલન ને લઈ ગામ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવા માં આવ્યો હતો.

Share

Related posts

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin

મુહર્રમ 1447 માં આ વર્ષ ડૉક્ટર સૈયદના સૈફુદ્દીનના પ્રવચનમાં આત્મશુદ્ધિ, આત્મવિશ્વાસ અને પરસ્પર સુમેળનો સંદેશ.

gujaratjanekta

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના આયોજન માટે વિવિધ કમિટીની રચના કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial