Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્રારા આયોજિત મહિલા સંમેલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંચાલિત મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૫ ને રવિવારના રોજ મહીસાગર જિલ્લા પ્રજાપતિ મહિલા મંડળ ભજન કાર્યક્રમ અને મહિલા સંમેલનનું આયોજન બાવન પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા મહિલા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અને મંત્રી અનુક્રમે શ્રીમતી લીલાબેન કાંતિભાઈ પ્રજાપતિ અને શ્રીમતી ઉર્વશીબેન પ્રવીણકુમાર પ્રજાપતિના આયોજન હેઠળ યોજવામાં આવ્યું.

        મહીસાગર જિલ્લા મહિલા સંમેલન અખિલ ગુજરાત પ્રજાપતિ વડોદરાથી ઉપસ્થિત નરેશ ભાઈ એલ .પ્રજાપતિની (મંત્રી શ્રી – વડોદરા શહેર પ્રજાપતિ સંઘ સમિતીની) અધ્યક્ષતામાં યોજાયો. સંમેલનમાં વડોદરાથી મુખ્ય મહેમાનો શ્રી મણીભાઈ જી.પ્રજાપતિ (ખજાનચી શ્રી વડોદરા શહેર પ્રજાપતિ સંઘ સમિતી),રતિલાલ સી.પ્રજાપતિ (સંગઠન મંત્રી શ્રી વડોદરા શહેર પ્રજાપતિ સંઘ સમિતી) પ્રવિણભાઈ સી .પ્રજાપતિ (HR food division Vadodara Municipal Corporation) ઉપસ્થિત રહ્યા.સાથે સાથે લુણાવાડા ગામ અને સમાજના વડીલ એવા રમણભાઈ હીરાભાઈ પ્રજાપતિ,સહુના માર્ગદર્શક એવા વડીલશ્રી ડૉ પ્રવીણભાઈ કે પ્રજાપતિ (જનરલ સર્જન જય સર્જિકલ હોસ્પિટલ લુણાવાડા) તેમજ મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘના પ્રમુખ અને મંત્રી અનુક્રમે શ્રી વિનોદચંદ્ર નાનાલાલ ગુર્જર, અને હીરાભાઈ કાળીદાસ પ્રજાપતિ (બાલાસિનોર),શ્રી રમેશભાઇ એન પ્રજાપતિ (મુખ્ય કન્વીનરશ્રી મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ),પંચમહાલ જિલ્લા પ્રજાપતિ સંઘના પ્રમુખ અને મંત્રી અનુક્રમે શ્રી મણીભાઈ ડી પ્રજાપતિ અને નારણદાસ જી.પ્રજાપતિ,પંચમહાલ જિલ્લા મહિલા સંગઠન ના પ્રમુખ શ્રીમતી રમીલાબેન એમ ગજ્જર (ગોધરા), શ્રી અંબાલાલાભાઈ જી.પ્રજાપતિ (રાજનપુર – બાલાસિનોર),શ્રી જગદીશભાઈ કે પ્રજાપતિ (ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળન પ્રમુખ),શ્રી કૌશિકભાઇ એમ પ્રજાપતિ (પ્રજાપતિ યુવક મંડળ લુણાવાડા પ્રમુખ) વગેરે મહાનુભાવોએ મંચ પર સ્થાન શોભાવ્યું.

              કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી શરૂ કર્યા બાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનો આછા પરિચય સાથે શબ્દોથી સ્વાગત રૂપલબેન પ્રજાપતિ (બાલાસિનોર) ધ્વારા આપવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષની વરણી ભારતીબેન દીપેશકુમાર પ્રજાપતિ (સંતરામપુર) ધ્વારા કરવામાં આવી.જેને સહુએ હાર્દિક ટેકો આપ્યો. દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો.બાદમાં બાલિકાઓ એ સરસ મજાના સ્વાગત ગીત દ્વારા મહેમાનો ને આવકાર્યા. ઉપસ્થિત મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું. કાર્યસુચી મુજબ મહીસાગર જિલ્લા ના જુદા જુદા તાલુકા લેવલે બનાવેલ મહિલા સંગઠન ના હોદ્દેદારોને અખિલ ગુજરાત વડોદરાથી આવેલા નિમણૂક પત્રો આપી નવાજવામાં આવ્યા. પ્રજાપતિ સમાજની મહિલાઓને જોસંઘઠિત કરવી હોય ,અને મહિલા સશક્તિકરણ અને જાગૃતિ લાવવી હોય તો પ્રથમ જુદા જુદા ગામની મહિલાઓ ની ભજન મંડળી કાર્યરત કરી ભજન કીર્તનના માધ્યમ ધ્વારા આ કાર્ય થાય તે હેતુસર અગાઉ વહેતો કરેલો વિચાર અન્વયે જુદા જુદા ગામની મહિલા ભજન મંડળી ની રચના કરી હતી તેઓને મંચ પર ઉપસ્થિત કરી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા તરફથી વાજિંત્રોની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી.સદર ભેટને સ્વીકારી ઉપસ્થિત મહિલાઓએ ખુશીની લાગણી સહ આભાર વ્યક્ત કર્યો.મહિલા પ્રમુખશ્રી લીલાબેન કાંતિભાઈ પ્રજાપતિ એ પ્રેરક ઉદબોધન કરી મહિલા સંમેલનને સબોંધ્યુ.સદર કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભવો,શ્રી મણીભાઈ ડી પ્રજાપતિ,ડૉ પ્રવીણભાઈ કે પ્રજાપતિ,,એ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને માગૅદશૅન પૂરું પાડ્યું.કાર્યક્રમના અધ્યક્ષ નરેશભાઈ એલ પ્રજાપતિ દ્વારા ઉદબોધન થયું જેમાં તેમણે મહિલાઓ ને જાગૃત બનવા,અને મહિલા સશક્તિકરણ સાથે તેમના શિક્ષણના ઉત્થાન માટે પ્રેરણા આપી જે સહુ માટે આવકારદાયક રહ્યું.આજના કાર્યક્રમનું સુંદર સંચાલન વર્ષાબેન સતીશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.તેમણે આજના કાર્યક્રમના ભોજન દાતા એવા મહિલા સંગઠન મંત્રી શ્રીમતી ઉર્વશીબેન પ્રવીણકુમાર પ્રજાપતિનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.કાર્યક્રમના અંતે આભારવિધિ મંત્રીશ્રી ઉર્વશીબેન દ્વારા કરવામાં આવી અને સહુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

 મહીસાગર જિલ્લા ના જુદા જુદા તાલુકા જેવાકે લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર, બાલાસિનોર અને વરધરી સહિત પંચમહાલ( ગોધરા) જિલ્લાની એમ મળી આશરે ૬૦૦ જેટલી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત થઈ તે સહુના માટે ખૂબ આનંદની વાત છે..નામી અનામી સહુએ આ ભગીરથ કાર્ય ને દીપાવી પ્રજ્વલિત કરવા બદલ અંતરથી આભાર સહ સહુ સ્વરૂચી ભોજન લઇ છૂટા પડ્યા.

Share

Related posts

ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવત કથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ

gujaratjanekta

૧૧વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ

gujaratjanekta

અથાગ પરિશ્રમ પછી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial