Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લો બોલો : બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ ધનેલા અને દોલત પોરડામાં બે માળના મકાન ધરાવનારને આવાસને લાભ આપ્યો!! – જાણો વધુ

બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ પોતે કટકી કરી મલાઈ ખાવા ગામડાના લોકો જે બે માળના મકાનો ધરાવે છે અને સાથે સરકારી નોકરી ધરાવનાર લોકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપી મોટી કટકી કરી હોવાની ચોક્કસ વાત જાણવા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માત્ર આ યોજનામાંથી મલાઈ ક્યાંથી અને કેવી રીતે ખાવા મળશે તે મુજબ ગામડાંના લોકોને લોભામણી સ્કીમો બનાવી ફસાયા છે જેમાં દોલત પોરડા અને ધનેલા ગ્રામ પંચાયતોમાં સરકારી નોકરી ધરાવનાર અને બે માળના પાકા મકાન ધરવનારને આવાસ યોજનાના કર્મચારીઓએ લાભ આપી મોટી માત્રામાં મલાઈ ખાધી છે ત્યારે બે માળના મકાન પર કેવી રીતે આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન છે ત્યારે પ્રથમ હપ્તો મળ્યા બાદ મકાનની કામગીરી ચાલુ કરવાની હોય છે જે મકાન ધાબા લેવલ આવી જાય ત્યાર બાદ આવાસના કર્મચારીઓ જીઓટેકિંગ કરવા જતા હોય છે અને તલાટીઓ દ્વારા ઓડર આપ્યા બાદ બીજો હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા થતો હોય છે પરંતુ અહીંયા પહેલેથીજ બે માળ મકાન હોવા છતાં આવાસના કર્મચારીઓએ પોતાની કલાબાજી બતાવી કાગળ પર મકાન નવું બનાવી દીધું હતું ત્યારે ગ્રામ વિકાસ એજન્સીમાં ઉપલી અધિકારીઓ આવાસના ભ્રષ્ટ કર્મચારીઓને છાવરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે એક તુલા રાશી ધરાવનાર કોમ્પ્યુટર ઓપરેટર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓ ગરીબ લાભાર્થીઓ પાસેથી કટકી કરી લાવેલી મલાઈનો અડધો ભાગ આ કોમ્પ્યુટર ઓપરેટરને આપે છે ત્યારે આ કોમ્યુટર ઓપરેટર ક્યાં અને કયા અધિકારીને પહોંચાડે છે ? તેવા પ્રશ્નો ચર્ચામાં છે!!

Share

Related posts

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ સિમલીયા તલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ઝડપી બાંધકામ કરવા ગ્રામજનોની માંગ

gujaratjanekta

લીમડી થી ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહિ હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો તથા ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામપંચાયત સભ્યએ લોકોને સાથે લઈ ગ્રામપંચાયતમાં રજૂઆત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial