Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ. જેમા પ્રદેશ માંથી પપ્પુભાઈ પાઠક અને મયંકભાઇ સુથાર વક્તા તરીકે આત્મ નિર્ભર ભારત માટે ના અભિયાન વિશે માહિતીગાર કર્યા હતા.

આગામી સમય મા આત્મનિર્ભર ભારત ની વાત ને લોકો સુધી લઇ જવા માટે ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદ અને સંગઠન ના હોદ્દેદારો ને હાકલ કરી છે અને આગામી ત્રણ મહિના સુધી લોકો મા સ્વદેશી બનવા માટે “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ” સુત્ર પ્રમાણે લોકજાગૃતિ ના અભિયાન મા જોડશે.

   આગામી સમય મા સ્વદેશી અપનાવવા ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહવાન મા દરેક દેશવાસી જોડાય એ માટે કામે લાગવા માટે કાર્યશાળા મા સંદેશ આપવા મા આવ્યા. દેશમા આત્મનિર્ભર થવા માટે સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવા જરૂરી છે, દેશ ની જ વસ્તુ ઓ દેશ વાપરે અને વિદેશી વસ્તુઓ ના વપરાય એ ઝુંબેશ નાના મા નાના ગામડાઓ સુધી જાય એ માટે પંચમહાલ જિલ્લા ભાજપ ના દરેક કાર્યકર આગામી સમય મા એક ઝુંબેશ બનાવી લાગી જવા હાકલ કરાઈ છે 

  આ કાર્યશાળા મા વક્તા તરીકે પપ્પુભાઈ પાઠક, મયંકભાઇ સુથાર અને પંચમહાલ ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, પ્રભારી ભરત ભાઈ ડાંગર, પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, લોકસભા ના સાંસદ રાજપાલ સિંહ જાદવ, હાલોલ ના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર, ગોધરા ના ધારાસભ્ય સીકે રાઉલજી, મોરવા હડફ ના ધારાસભ્ય નિમીષા બેન સુથાર, કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મહામંત્રી કુલદીપસિંહ સોંલકી સહીત ભાજપ ના આગેવાનો હાજર રહ્યા હતા સાથે સાથે જિલ્લા ભાજપ સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના પેથાપુરની જોહર ચોકડી પરથી પિસ્ટલ ચોકડી પર થી એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ પોલિસ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial