Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વિદ્યાર્થીઓના સપનાઓનું સરેઆમ અપમાન – NEET રદ થવા પર અમિત ચાવડાનો વેધક પ્રહાર – જાણો વધુ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ક્યાંક પિતાનું દેવું, ક્યાંક માતાના ગીરવે મુકેલા ઘરેણાં અને વિદ્યાર્થીઓની રાત-દિવસની સખત મહેનત આજે પેપર લીક અને ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતભરમાંથી લગભગ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત ધૂળમાં મળી ગઈ છે. NEET 2026 રદ થવાના કારણે લાખો પરિવારોના સપના ચૂર-ચૂર થઈ ગયા છે. આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ મહેનત કરતા યુવાનો સાથે કરવામાં આવેલો એક ગંભીર ગુનાહિત અન્યાય છે. આ પહેલા NEETનું પેપર 2017, 2021, 2024 બાદ હવે 2026માં ફરી લીક થયું છે.મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, જેમાં ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ. મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

 

ગુજરાતમાં પણ 2024ની NEET પરીક્ષા દરમિયાન ગોધરા સેન્ટર પર ગેરરીતિ થઈ હતી.તપાસ બાદ અનેક વ્યક્તિઓ દોષિત ઠર્યા, પરંતુ ગુનેગારોનો ભાજપ સાથે સીધો સંબંધ હોવાથી સરકારે કોઈ અસરકારક કાર્યવાહી કરી નહીં. ગુજરાતમાં 2014થી 2024 દરમિયાન 34 જેટલા પેપર લીક થયા છે, છતાં આજદિન સુધી કોઈ એક મોટા આરોપીને પણ કડક સજા થઈ નથી. એકપણ વ્યક્તિ જેલના સળિયા પાછળ પહોંચી નથી, જેના કારણે પેપર લીક માફિયાઓના હિંમત વધી રહી છે. પેપર લીકની ઘટનાઓ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારનું નેટવર્ક ભાજપ સરકારની નસ-નસમાં વ્યાપેલું છે. મહેનતુ વિદ્યાર્થીઓ જ્યારે અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપ સરકારની આ મામલે ભેદી મૌન ધારણ કરવાની નીતિ અત્યંત નિંદનીય છે. ભાજપ સરકારની ચુપકીદી ચીસો પાડીને કહી રહી છે કે, તેઓ પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને છાવરી રહ્યા છે. ભાજપ સરકારના શાસનમાં ચાલતા ભ્રષ્ટાચારે સમગ્ર દેશના શિક્ષણ જગતની ગરિમા અને વિશ્વાસની કમર તોડી નાખી છે. પ્રધાનમંત્રીનો કહેવાતો અમૃતકાળ હવે દેશ માટે વિષકાળ બની ગયો છે.

યુવાનોના ભવિષ્ય સાથે ખેલાતી આ રમત હવે સહન કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર તાત્કાલિક અસરથી આ કાંડની નૈતિક જવાબદારી સ્વીકારે અને પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની પ્રબળ માંગ છે. જો સરકાર જલ્દીથી કોઈ નક્કર ન્યાયિક ઉકેલ નહીં લાવે, તો આવનારા દિવસોમાં યુવા શક્તિ રસ્તા પર ઉતરીને આ અન્યાયી શાસન સામે ઉગ્ર આંદોલન કરશે. ભાજપ સરકાર યાદ રાખે કે, યુવાનોના સપનાઓનો ભોગ લેનાર સત્તા ક્યારેય ટકી શકતી નથી.

Share

Related posts

પંચશીલ હાઇસ્કૂલ લુણાવાડા ખાતે પ્રમાણપત્ર વિતરણ અને અભિવાદન સમારોહ લોક વિજ્ઞાાન કેન્દ્ર ગોધરાના પ્રમુખશ્રી ડોકટર સુજાત વલીની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ

gujaratjanekta

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial