Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરાઃ તમે મત આપ્યો છે કે નહીં ? કહેનાર લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને ઢસળી બંધક બનાવી લૂંટ ચલાવી – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ગતરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસે થોડોક હાશકારો લીધો હતો. ત્યારે સમા વિસ્તારમાં આવેલા લૂંટારૂએ ચૂંટણીનું બહાનું બતાવી વૃદ્ધ દંપતિને તેમનાજ ઘરમાં ઢસળીને રૂમમાં બંધ કરી ચાકુની અણીએ લૂંટ ચલાવી હોવાની ચકચારી ઘટના બની હતી. બનાવની જાણ થતા ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર ભાણજી પટેલ પણ સ્થળ પર આવી પહોંચ્યાં હતા.

સમા વિસ્તારમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં રહેતા 81 વર્ષીય ટીપી રાધાક્રિષ્ણન તેમના પત્ની સાથે રહેં છે. સોમવારે આશરે પોણા બે વાગ્યાની આસપાસે વૃદ્ધ દંપતી ઘરમાં આરામ ફરમાવી રહ્યાં હતા. તેવામાં અચાનક કોઇએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી ટીપી રાધાક્રિષ્ણને દરવાજો ખોલતા સામે ઉભેલા શખ્સે સવાલ કર્યો “તમે મત આપ્યો કે નહીં” ત્યારે તેમણે વળતો જવાબ આપ્યો કે મારૂ તો મતદાર યાદીમાં નામજ નથી. બે લૂંટારૂ તેમણે ધક્કો મારી ઘરમાં ધસી આવ્યાં હતા. અવાજ આવતા ટીપી રાધાક્રિષ્ણનના પત્ની પણ રૂમમાંથી બહાર આવી ગયા હતા. ત્યારે એક લૂંટારૂએ વૃદ્ધાના ગળે ચાકું અડાવી દીધુ અને બીજાએ ટીપી રાધાક્રિષ્ણનને ઢસળીને રૂમમાં લઇ ગયો હતો. વૃદ્ધ દંપતિને ઘરમાંજ બંધક બનાવી દઇ રોકડ રકમ, તેમજ સોના-ચાંદીના દાગીના અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ ઘટના અંગે 112ને ફોન કરી જાણ કરતા ફતેહગંજ પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં બન્ને લૂંટારૂ કેદ થયા હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવીના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

ઝઘડામાં પતિએ પત્નીને ગળે દોરડા વડે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી

gujaratjanekta

ઝવેરબાઈ કન્યા શાળા દેસાઇવાડ ખાતે નવા મતદારો અને 80 વર્ષ થી વધુ વયના મતદારોઓનું સમ્માન અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial