Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લા ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તડામાર તૈયારીઓ શરુ – જાણો વધુ

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ષ ૧૯૯૩ કેન્દ્ર સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ પ્રવૃત્તિનું રાજય કક્ષાનું કોઓર્ડીનેશન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.તેમજ પંચમહાલ જીલ્લાનું કોઓર્ડીનેશન લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા કરવામાં આવે છે.આ પ્રવુતિ એવી છે કે, જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટીય કક્ષા – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચાડી શકે છે. ૧૦ થી ૧૭ વર્ષની ઉમરનાં બાળકો પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે,તેનું નિરાકરણ વૈજ્ઞાનિક રીતે લાવતા થાય અને આ લઘુ સંશોધન આગળ સમાજને ઉપયોગી બને તેવો ખાસ હેતુ રહેલો છે.આપણા બાળકો આ કાર્યક્રમમાં ઉતકૃષ્ટ દેખાવ કરે તે માટે જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર – ગોધરા દ્વારા શિક્ષકોને અને બાળકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ગુજકોસ્ટ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી યોજવામાં આવે છે.પંચમહાલ જીલ્લા ખાતે આ સ્પર્ધા છેલ્લા ૧૭ વર્ષથી યોજાય છે.ઉલ્લેખનીય છે કે,આ સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કર્ષ દેખાવ કરી રહેલ છે.લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ સુજાત વલી એ જણાવ્યું હતું કે,જીલ્લાના વિધાર્થીઓમાં ભણતર ની સાથે સાથે વૈજ્ઞાનિક રૂચી તથા અભિગમ કેળવે તથા વૈજ્ઞાનિક સંશોધનાત્મક પ્રવૃતિઓમાં અગ્રેસર થાય તે જરૂરી છે.
આ વખતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ૪૫૦ થી વધુ વિધાર્થીઓ સામેલ થયા છે.તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને પસંદ કરેલ વિષયાનું રૂપ રીસર્ચ પેપર,પ્રકલ્પ ફાઈલ, લોગબુક તૈયાર કરી રહ્યા હતા.જે તેઓ જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ તારીખ ૨૨/૦૯/૨૦૨૨ થી ૨૪/૦૯/૨૦૨૨ ના રોજ યોજાનાર સ્પર્ધામાં રજુ કરનાર છે.લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ. સુજાત વલીએ જણાવ્યું કટુ કે, આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને પ્રમાણ પત્ર તથા પ્રોત્સાહન રૂપે ગીફ્ટ પણ આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, જીલ્લા કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજય કક્ષાએ પંચમહાલ જીલ્લાનું નેતૃત્વ કરનાર છે જે સમગ્ર પંચમહાલ જીલ્લા માટે ગૌરવપૂર્ણ પળ રહેશે.

Share

Related posts

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો, માથામાં થઈ હતી ઈજા

gujaratjanekta

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

દાહોદ શહેરથી નજીક મુવાલિયા ક્રોસિંગ હાઇવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial