Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચાર્યું – જાણો વધુ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સવારે શાળાએ જઈ રહી હતી ત્યારે ધોરણ 12માં ભણતા બે વિદ્યાર્થીઓએ તેનું અપહરણ કર્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર, બંને આરોપી સગીરાને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં એક યુવકે પહેરો આપ્યો હતો, જ્યારે બીજા યુવકે સગીરાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના અંગે દામાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ, અપહરણ અને બળાત્કાર સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકામાં એક સગીરા સવારે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જઈ રહી હતી ત્યારે ધોરણ 12 માં અભ્યાસ કરતા બે યુવકો મોટરસાયકલ લઈને આવી સગીરાને કહેવા લાગ્યા હતા કે ચાલ તને સ્કૂલમાં છોડી દઈએ તેમ કહી સગીરાને બાઈક ઉપર બેસાડીને ઘનઘોર જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં એક યુવકે જંગલ વિસ્તારમાં પહેરો આપ્યો હતો જ્યારે અન્ય એક યુવક સગીરાને ઘનઘોર જંગલમાં લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જંગલમાં અવાવરું જગ્યાએ લઈ જઈ તેણે બળજબરી પૂર્વક તેને જમીન પર સુવડાવી અને તેની સાથે મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે સમગ્ર બનાવને લઈને દામાવાવ પોલીસ મથકમાં બંને યુવકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તો દામાવાવ પોલીસે ગુનો નોધી યુવકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે!!

Share

Related posts

ગુજરાતમાં ફરી આ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની 24 કલાકમાં આગાહી

Admin

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કોરોના-સરકારના 100 દિવસના એજન્ડા મુદ્દે ચર્ચા

Admin

ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial