Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે સહકાર ભારતી દ્વારા ત્રિ-જિલ્લા ક્રેડિટ સોસાયટીઓનો ભવ્ય સેમિનાર યોજાયો

  1. ગોધરા:

આજરોજ પી.ડી.સી. બેંક, ગોધરા ખાતે સહકાર ભારતી દ્વારા એક મહત્વપૂર્ણ વિભાગીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીઓના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

​સહકાર ભારતીના આણંદ વિભાગના ત્રણેય જિલ્લાના ઇન્ચાર્જ પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, સહકારી ધિરાણ મંડળીઓની આ વિશેષ બેઠકમાં 70 થી વધુ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​સભાસદોના ઉત્થાન અને સંગઠનની મજબૂતાઈ પર ભાર:

સેમિનારમાં ઉપસ્થિત સહકાર ભારતીના જુદા-જુદા વક્તાઓ દ્વારા સહકારી કાયદામાં તાજેતરમાં થયેલા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સહકાર ભારતી દ્વારા ચલાવાતી ક્રેડિટ સોસાયટીઓના સભાસદો માટે ફાયદાકારક વીમા યોજનાઓની સરળ સમજૂતી આપવામાં આવી હતી. ક્રેડિટ સોસાયટીના સભાસદો અને કર્મચારીઓનું ઉત્થાન કેવી રીતે થાય, સોસાયટીઓ વધુ સમૃદ્ધ કેવી રીતે બને તેમજ કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના સભાસદો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુઓ પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ તકે ક્રેડિટ સોસાયટીઓના સંગઠનને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

​મહાનુભાવોનું પ્રેરક માર્ગદર્શન:

આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા વિષયને અનુરૂપ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં:

​શ્રી જીવણભાઈ ગોલે (ક્ષેત્ર સંગઠન પ્રમુખ)

​શ્રી હરીશભાઈ બોરીસાગર (ટ્રસ્ટી શ્રી)

​શ્રી નીતિનભાઈ સોની (સહ સંગઠન પ્રમુખ)

​શ્રી ગૌરવ પવળે (પ્રદેશ સહ પ્રકોષ્ઠ)

​શ્રી શૈલેષ ઠાકર (વિભાગીય પ્રકોષ્ઠ)

​પંચમહાલ સહકાર ભારતીના જિલ્લા અધ્યક્ષશ્રી

​શ્રી રશેષભાઈ શાહ (સી.ઈ.ઓ., પી.ડી.સી. બેંક)

​આભાર દર્શન અને સફળ સંચાલન:

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અરવિંદસિંહ સીસોદીયા તથા શ્રી અલ્પેશભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે ત્રણેય જિલ્લાના સહકાર ભારતીના સંગઠનના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

​કાર્યક્રમના અંતે, સેમિનારના સફળ આયોજન માટે અમૂલ્ય સહકાર આપવા બદલ પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેન્ક (PDC) ના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ અને બેન્કના સી. ઈ. ઓ. શ્રી રશેષભાઈ શાહનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ત્રણેય જિલ્લામાંથી બહોળી સંખ્યામાં સહકારી આગેવાનો, ટીચર્સ અને કર્મચારી મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત ના પ્રવાસે આવશે

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5148 જન્મ જયંતિની ઉજવણી અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial