Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

પંકજ પંડિત

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ તેમજ અનાજ ગોડાઉન પાછળ નગરપાલિકા વિસ્તાર દ્વારા નગરનો વેસ્ટ કચરો ઠાલવવામા આવે છે. આ કચરાના ડંપીંગ યાર્ડને અહીંયા થી હટાવવા આ વિસ્તારના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે આ વેસ્ટ કચરાની દુર્ગંધ પણ ઘણી વાર આ સોસાયટી વિસ્તારમાં આવતી હોય છે. આ સોસાયટીમા વયોવૃદ્ધ, બાળકો પરિવાર સાથે અહીંયા રહે છે. આ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા અહીંયા રહેતા સ્થાનિકો હેરાન થતાં હોય છે.આ કચરો બાળવામાં આવતા તેની પ્રદૂષિત હવા સોસાયટી વિસ્તારના રહીશોના ઘરમાં આવતો હોય છે જેને લઈ સ્થાનિકોનુ સ્વાસ્થ્ય જોખમાય છે જેમાં વિશેષ વયોવૃદ્ધ લોકો વધુ બીમાર પડતાં હોય છે.જેથી સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે આ ડંપીંગ યાર્ડ અહીંયા થી હટાવવામા આવે જેથી આ કચરાની દુર્ગંધનો સામનો રહીશોને કરવો ન પડે તેમજ આ કચરાના ઢગલાને બાળવામાં ન આવે જેથી તેનો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય ન બગાડે. ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફીસર યોગેશ ગણાત્રા હાલ નવા આવેલ છે પણ કામગીરી ખૂબ સારી હોવાનું જાણવા મળેલ છે જેથી સ્થાનિકોની આ સમસ્યાનુ કાયમી સમાધાન નગરપાલિકા કાઉન્સિલરો સાથે બેસી લાવે તેવી માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

કોણ છે `તારક મહેતા`માં દિશા વાકાણીનું સ્થાન લેનારી અભિનેત્રી, તે ભજવશે `દયાબેન`નું પાત્ર! ફોટો થયો વાયરલ

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial