Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

નફરત હારી, માનવતા જીતી: ગોધરામાં શૂન્ય હિન્દુ મત ધરાવતા વિસ્તારમાં અપેક્ષાબેનનો ઐતિહાસિક વિજય – જાણો વધુ

ગુજરાતના રાજકારણમાં અને સામાજિક સમરસતાના ઇતિહાસમાં ગોધરાએ આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. ગોધરા નગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણીમાં વોર્ડ નં. ૭માં એક એવો ઉલટફેર જોવા મળ્યો છે જેણે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ વિસ્તારમાં એક પણ હિન્દુ મત ન હોવા છતાં, અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ મુસ્લિમ મતદારોના અતૂટ વિશ્વાસને સહારે જંગી બહુમતીથી વિજય મેળવીને ‘ગંગા-જમના તહેજીબ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં અપેક્ષાબેન માત્ર ૧૦૦ મતોથી પરાજિત થયા હતા. જોકે, હાર બાદ પણ તેઓ હિંમત હાર્યા વગર સતત પાંચ વર્ષ સુધી આ વિસ્તારના લોકોની વચ્ચે રહ્યા હતા. તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલી સામાજિક સેવા અને લોકોના સુખ-દુઃખમાં ઊભા રહેવાની તેમની નિષ્ઠાને કારણે ૨૦૨૬ની આ ચૂંટણીમાં મુસ્લિમ સમાજે તેમને ૨૭૬૨ મતો આપીને વિજયી બનાવ્યા છે.

વર્ષ ૨૦૦૨ના રમખાણોની કડવી યાદો ધરાવતા આ શહેરમાં આજે એકતાની નવી સુવાસ ફેલાઈ છે. વોર્ડ નં. ૭, જે સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તી ધરાવે છે, ત્યાં હિન્દુ મતદારોની સંખ્યા શૂન્ય હોવા છતાં અપેક્ષાબેનનો વિજય એ સાબિત કરે છે કે વિકાસ અને સેવાની સામે ધર્મની દીવાલો નાની પડે છે.

Share

Related posts

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial