Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

લુણાવાડા: મહીસાગર જિલ્લાના તબીબી ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા મળી છે. ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, લુણાવાડામાં ડો. જીગ્નેશ પટેલ અને તેમની ટીમે પચાસની ઉપર વયના દર્દી પર અનોખી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

દર્દી લાંબા સમયથી હાયપરટેન્શન, ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ અને ટ્રિપલ વેસલ ડિસિઝથી પીડાતા હતા. અગાઉ તેમને બાયપાસ સર્જરી થઈ ચુકેલી હતી. તાજેતરમાં અચાનક બ્લડ પ્રેશર વધી જતાં તથા કિડની ફેલ થવાની સ્થિતિ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડાબી કિડની સંપૂર્ણપણે સુંકાઈ ગઈ હતી તેમજ રેનલ આર્ટરી બ્લોક થઈ ગઈ હતી. જમણી કિડનીમાં 99% અવરોધ જોવા મળ્યો. સાથે જ તપાસમાં પેટની મહાધમણીમાં ફૂલો આવવાનું (એન્યૂરિઝમ) પણ જણાયું, જે કોઈપણ સમયે ફાટી જવાની શક્યતા ધરાવતું હતું.

અતિ જોખમી પરિસ્થિતિમાં દર્દીને એક સાથે પેટની મહાધમણી તથા કિડનીના નસની અંદર સ્ટેન્ડ મૂકવામાં આવ્યો. ખાસ વાત એ હતી કે, ડાયાના બદલે કાર્બન ડાયોક્સાઇડથી એન્જિયોગ્રાફી કરવામાં આવી જેથી કિડની પર વધારાનો ભાર ન પડે અને દર્દી ડાયાલિસિસથી બચી જાય.ડો. જીગ્નેશ પટેલની કુશળતા અને ટીમના પ્રયત્નોથી આ પ્રક્રિયા સફળ રહી.

આ પ્રકારનો અતિ જોખમી ઓપરેશન પ્રથમવાર મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તથા ખેડા જિલ્લામાં સફળ રહ્યો છે. ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ડો. જીગ્નેશ પટેલની ટીમે તબીબી ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે.

Share

Related posts

ખેડુત બનવા માટે સત્તા નો દુરઉયોગ કરનાર પંચમહાલ જિલ્લા ના તત્કાલીન કલેક્ટર એસ.કે લાંગા સામે ગોધરા બી.ડીવીઝણ પોલીસ મથક માં ફળીયાદ

gujaratjanekta

ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને લઈને જાણો આપે શું લીધો નિર્ણય

gujaratjanekta

વડોદરાની ડભોઈ બેઠક રાજસ્થાન જેવું થાય છે, આ રસપ્રદ રેકોર્ડ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જળવાઈ રહ્યો છે, જાણો શું છે રેકોર્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial