Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અંગેની તા.૧૦ માર્ચના રોજ થનાર દાહોદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઈને સેવા સદન ખાતે બેઠક યોજાઇ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાને મળશે રૂ. ૩૦૦ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટEMRS ની નવનિર્મિત શાળાનું સીંગવડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરશેદાહોદ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી તા.૧૦ માર્ચના રોજ દાહોદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દાહોદ પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લાને અંદાજીત રૂ. ૩૦૦ કરોડથી વધુના અનેક વિકાસકાર્યોની ભેટ મળશે. દાહોદ જિલ્લાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ સહિત ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની મુલાકાત દરમ્યાન આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનું તેમના વરદ હસ્તે નવનિર્મિત અદ્યતન શાળાનું લોકાર્પણ કરશે, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૭૪ જેટલાં નવીન પંચાયત ઘર, સીંગવડ ખાતે કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ તેમજ દાહોદ સ્માર્ટ સીટી હેઠળ સોલિડ વેસ્ટ મેનજમેન્ટ ઇન્ફ્રા. નું લોકાર્પણ કરીને જનસમુદાયને સમર્પિત કરશે.ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ વિવિધ તાલુકાઓમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રિસર ફેસીંગ હેઠળ રોડ વ્યવસ્થા, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઈટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડલ ફાયર સ્ટેશન, જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભુમિપુજન કરી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાને રૂ. ૩૦૦ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપશે.મુખ્યમંત્રીશ્રીના દાહોદ પ્રવાસ દરમિયાન ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેશે એમ આજની વિશેષ બેઠક દરમ્યાન ક્લેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું .આ બેઠકમાં ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશ કટારા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજીદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ.પટેલ, સહિત પ્રાંત અધિકારી શ્રીઓ,મામલતદાર શ્રીઓ ,સહિત સબંધિત દરેક વિભાગના અધિકારી શ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગુજરાત ઈલેક્શન 2022 : રાજકોટની પશ્ચિમ બેઠક માટે ફરી એકવાર લોબિંગ શરુ

gujaratjanekta

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે માંડલીખૂંટાની ભજન મંડળી એ ધૂમ મચાવી બપોરે પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial