Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આદિવાસી પ્રા.શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

પંકજ પંડિત

નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યાઆજરોજ 28-06-2025 શનિવારના રોજ સાઈ મંદિરની પાસે આવેલ આદિવાસી પ્રાથમિક શાળામાં સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.આજના પ્રવેશોત્સવ નિમિતે દાહોદ જિલ્લા સાંસદ પધારતા તેઓનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનનુ સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય સાથે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. સ્કૂલની બાલિકાઓ દ્વારા આમંત્રિત મહેમાનોને પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત સાથે આવકારવામા આવ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરનુ સ્વાગત ટપુ વસૈયા, બટુલ ડામોર, રામચંદ્ર ડબગર દ્વારા ચાંદીનુ ભોયરુ પહેરાવી કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત લોકોએ પુષ્પ ગુચ્છ આપી કર્યું હતું.સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આંગણવાડીના બાળકો અને સ્કૂલમા ભણતા બાળકોને રમકડા, સ્કૂલબેગ આપી પ્રવેશોત્સવ કર્યો હતો. આજના પ્રસંગે આવેલ સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે બાળકો આવતી કાલનું ભવિષ્ય છે અને તેઓ નવા ભારતના રાષ્ટ્ર નિર્માતા છે. બાળકો ગરીબ પરિવારના હોય તો તેઓના પરિવારજનોને વિનંતી કે તેઓ બાળકોનો અભ્યાસ ન રોકે સરકાર દ્વારા ભણતર માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે. બાળકોને નિયમિત સ્કૂલમા મોકલો અને તેઓને ભણાવવા માટે પ્રેરિત કરો. આજના બાળકો આવતી કાલનું ઉજ્જ્વળ ભવિષ્ય છે. બાળકો ભણશે તો તેઓને સારી જગ્યાએ નોકરી તેમજ વ્યવસાય કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવા 2003 થી પ્રવેશોત્સવના પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું. બાળકોમા શૈક્ષણિક કેળવણી વધશે તો બાળકોના ઘર, પરિવાર સુખી સંપન્ન થશે એટલે આજના યુગમાં જીવન સારું અને ઉજ્જવળ બનાવવું હસે તો દરેક બાળકો ખૂબ ભણે અને આગળ વધે. આજના પ્રોગ્રામમાં નગરપાલિકા ચીફ ઓફિસર બી.ટી.ભાભોર ,પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર, કારોબારી અધ્યક્ષ દિનેશ પંચાલ , નગર પ્રમુખ, નગરપાલિકા કાઉન્સિલરો ,સ્કૂલના આચાર્ય ,શિક્ષકો સહિત મોટા પ્રમાણમાં નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

૪૦૦ કરતાં વધુ કામદારોને મળવાપાત્ર ૩૦૦ રજાઓ અને ગ્રેજ્યુટી આપવા સરકારનો આદેશ : પરિવારોમાં આનંદની લાગણી

gujaratjanekta

માંડવીમાં ચેક બાઉન્સના કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial