Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ યોજાયો

પંકજ પંડિત

ગરાડુ જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ ,નગરપાલિકા પ્રમુખ રેખાબેન ,ઉપપ્રમુખ ભાવનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યાઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ આજરોજ 28-06-2025 શનિવારના રોજ સ્કૂલના પ્રાંગણમાં યોજાયો હતો. ઉપસ્થિત સહુ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરસ્વતી પૂજા કરી દિપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત સહુ મહેમાનોનુ સ્વાગત પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિતે બાળકીઓને ચોપડીઓ તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓ જે સારા ભણતર થકી સારું રિઝલ્ટ લાવેલ છે તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છેલ્લે વૃક્ષા રોપણ આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ હતું.સ્કૂલની બાળકીઓ દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીત સાથે ઉપસ્થિત મહેમાનોને આવકારેલ હતા. સ્કૂલની બાળકીઓ દ્વારા કન્યાઓ માટે કેળવણી કેમ મહત્વની છે તે વિશે માહિતી આપી હતી. ઉપસ્થિત મહેમાન ભરતભાઈ શ્રીમાળી દ્વારા કન્યાઓની પ્રગતિ અને તેની કેળવણી પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે શિક્ષણ એ આજના યુગમાં પ્રગતિ માટેનું એકમાત્ર માધ્યમ છે. ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા જે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપેલ છે અને કન્યાઓમા પણ હવે શિક્ષણ પ્રત્યે જે જાગૃતિ આવી છે તેને લઈ આગામી સમય ગામ ,નગર, તાલુકો, રાજ્ય અને દેશમાં એક અલગ ક્રાંતિ લાવશે તેવું પ્રેરક ઉદ્બોધન કરવામાં આવેલ હતું.સ્કૂલના પ્રિન્સિપાલ નિશાબેન પટેલ દ્વારા દીકરીઓ વિશે સુંદર વાત કરતા કહ્યું હતું કે પહેલા લોકો કહેતા હતા કે દીકરીઓ બે કુલ તારે પણ જો દીકરી સાક્ષર બની આગળ આવે તો દીકરી પોતાનું પિયર ,સાસરું તેમજ દેશની પ્રગતિમા પણ મહત્ત્વનુ યોગદાન આપી શકે છે. તેથી કન્યા કેળવણીમા દીકરીઓ ખૂબ ભણે અને ખૂબ આગળ વધે તે માટે કન્યાઓને સુંદર સૂચન કરેલ હતું. છેલ્લે ઉપસ્થિત સહુ મહેમાનોની આભારવિધિ પ્રિન્સિપાલ નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. સ્કૂલના આમંત્રણને માન આપી જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ ,ભાજપ જિલ્લા પ્રભારી ભરતભાઈનગરપાલિકા પ્રમુખ રેખાબેન , ઉપપ્રમુખ ભાવનાબેન , કારોબારી પ્રમુખ દિનેશ ભાઈ , કેળવણી મંડળ પ્રમુખ અતુલભાઈ ,ભાજપ મહામંત્રી પાર્થભાઈ વિશેષ હાજર રહેલ હતા.

Share

Related posts

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

gujaratjanekta

દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસે ઓપરેશન 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ.

gujaratjanekta

સાસરીયાના ત્રાસથી કંટાળી પરણીતાએ ૩ વર્ષના બાળક સાથે કર્યો આપઘાત – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial