Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના નવા ચાકલીયા પ્રાથમિક શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

પંકજ પંડિત

વર્ષ 2025 માં હાલ સરકારના શિક્ષકો માટે બદલીઓના ઘણાં નિયમોમાં ફેરફારો થઈ રહ્યા છે ત્યારે શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ રહી છે.દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાની પગાર કેન્દ્ર નવા ચાકલીયા પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠમાં ફરજ બજાવતા શિક્ષક અરૂણસિંહ.એન.બારડ ,શિક્ષિકબેન ભૂમિકા એચ.મોઢની બદલી તેમના જિલ્લા બનાસકાંઠા ખાતે થતા આજ રોજ તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો . આ બન્ને શિક્ષક ભાઈ બેનએ નોકરીના પાંચ વર્ષના સમયગાળામાં ખૂબ માન સન્માન મેળવ્યું છે.આ બન્ને શિક્ષકો દ્વારા પગાર કેન્દ્રમાં આવતી તમામ સ્કૂલોના આચાર્યો શાળાનાં બાળકોને ભોજનદાન કરાવ્યું ,તમામ બાળકોને પેન્સિલ પેન આપી શાળામાં ગિફ્ટ આપી તેમણે કર્મભૂમિમાં શિક્ષક તરીકેની ભૂમિકા બજાવીને ખૂબ જ માન સન્માન ઇજ્જત સાથે વિદાય લીધી હતી.
આ કાર્યક્રમમાં સહભાગી બનેલા પગાર કેન્દ્ર શાળાના તમામ આચાર્ય શિક્ષક ભાઈ બહેનો નાના ભૂલકાઓ આનંદની હર્ષભીની લાગણીની સાથે બંને શિક્ષકોને વિદાય આપી હતી બાળકો ખૂબ ભાવવિભોર બન્યા હતા .શાળાના આચાર્ય હરીશભાઈ વાગડીયા, સી.આર.સી .મેહુલભાઈ અન્ય શિક્ષક ભાઈ બહેનોએ શાલ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા ,ગિફ્ટ આપી વિદાય કર્યા હતા.
આ પ્રસંગે શાબ્દિક લાગણીસભર વાત સંવાદ કર્યો , હંમેશા યાદ કરતા રહીશું જરૂર પડે ત્યારે એકબીજાને મદદ કરીશું તેવા અતૂટ સંબંધો બાંધીને બંને શિક્ષક ભાઈ બહેનોને વિદાય આપી હતી.બંને શિક્ષક ભાઈ બહેનો દ્વારા શાળાના અનુભવો જણાવતા બંને શિક્ષક ભાઈ બેનની આંખમાં આંસુ આવી ગયા જેની લાગણી તમામ શિક્ષક ભાઈ બહેનો અને બાળકોમાં જોવાઈ હતી. બાળકોએ વિદાય ગીતનું ગાન કરી વાતાવરણને લાગણીસભર બનાવ્યું હતું.

Share

Related posts

ભરૂચ જિલ્લા ની પાંચ બેઠકો પર ચૂંટણી લડવા નિરીક્ષકો સામે ૮૨ ની દાવેદારી

gujaratjanekta

મહીસાગર જીલ્લા રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

હવામાન ખાતાની આગાહી / ગુજરાતના કયાં વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial