Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો

પંકજ પંડિત

અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતા કલેક્ટર યોગેશ નિરગુડેપ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યાઝાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતોકલેક્ટર દ્વારા ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળવામા આવ્યા હતા. આ પ્રશ્નોનો પણ કલેકટર નિરગુડે દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો. જેમાં અરજદારોએ બસ સ્ટોપ ફાળવણી, ભારે વરસાદને કારણે થયેલ નુકશાન, પ્રધાન મંત્રી આવાસ યોજના, જમીન સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેકટર યોગેશ નિરગુડે એ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા.અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે.

આ સાથે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ મામલતદાર કચેરીએ વિવિધ શાખાનું નિરીક્ષણ કર્યું હતું ટાંડી ગ્રામ પંચાયત ,ટાંડી પ્રાથમિક શાળાની મુલાકાત અને ટાંડી આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

આ વેળાએ ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર,ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કે.એચ.ગઢવી,નાયબ મામલતદાર , લીમડી સર્કલ ઓફીસર ,તલાટી અને સરપંચ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સમગ્ર રાજ્ય માટે 2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

gujaratjanekta

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે

gujaratjanekta

ગોધરાની ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial