Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે : વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન

ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. મતગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડી ઉજવણી કરી હતી. કાર્યકરોએ ‘જય ગોપાલ’ના નારા લગાવ્યા હતા. વિસાદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. જીત બાદ ગોપાલ ઈટાલિયાએ પહેલી પ્રતિક્રિયા આપી હતી.ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે, વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું.

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાનું પ્રથમ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ લડાઇ એક તરફ સત્તા, પૈસા, દારૂ, ગુંડાઓ અને અહંકાર હતો તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો નાની દિકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. મારા ખેડૂત માવતરોએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આર્શીવાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્રભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.

Share

Related posts

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ, આજરોજએસોસિએશનના NPC ના નેજા હેઠળઆવેદનપત્ર આપવામાં આવયુ

gujaratjanekta

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

કરછના માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial