Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

ઝાલોદ પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એમ.માળી અને સે.પો.ઇ.સી.કે.સીસોદીયા પોલિસ સ્ટાફને સાથે રાખી રાજસ્થાન સરહદે આવેલ ધાવડીયા ચેક પોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમોની વોચ કરી ગાડી ચેક કરી રહેલ હતા તે દરમિયાન ચેક પોસ્ટ પર એક અશોક લેલેન ટ્રક RJ-27-GA-8166 મોનાડુંગર ( રાજસ્થાન) તરફથી ઝાલોદ ( ગુજરાત) આવી રહેલ હતી ત્યારે દૂરથી પોલિસને ગાડીઓ ચેક કરતા જોતા ટ્રક ચાલક રસ્તા પર ગાડી મૂકી નાસી ગયેલ હતો. પોલિસ દ્વારા ટ્રક ડ્રાઇવરને દૂરથી નાસતા જોઈ પકડવા દોડયા હતા પણ ટ્રક ચાલક નાસી છુટયો હતો.
ઝાલોદ પોલીસ દ્વારા ટ્રક ચાલક નાસી જતાં ટ્રક ચેક કરવા જતા નીચેથી ગાડીમાં પી.ઓ.પી નો સિમેન્ટ ભરેલ જોવા મળ્યો હતો. પોલિસને વધુ શંકા જતા ટ્રકમાં ચઢી સિમેન્ટની થેલી ઉંચા નીચી કરી જોતા તેમાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલિસ દ્વારા ટ્રકને વધુ તપાસ માટે ઝાલોદ પોલિસ સ્ટેશન લાવી ટ્રકમા મુકેલ વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણવામાં આવતા ઇંગ્લીશ દારૂની કુલ 326 પેટી જેમાં 5640 નંગ દારુની અંદાજિત કીમત 17,11,128 અને 10,00,000 તેમજ જીપ્સન કંપનીની પાઉડરની થેલી 300 નંગ જેની કિમત 67,500 થઇ કુલ 27,78,628 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલિસ દ્વારા નાસી છુટેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આમ પોલિસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડવામાં આવતા નગરમાં સિંઘમની ભૂમિકામા પોલીસની સુંદર કામગીરીની પ્રસંશા કરવામાં આવી રહેલ છે.

Share

Related posts

રાજકોટમાં આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં: વધુ બે બેઠક પર નાં ઉમેદવાર જાહેર કર્યા

gujaratjanekta

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાર્યક્રમ દ્વારા યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial