વર્ષો થી હિન્દુ ઉત્સવોમા મીઠાચોક વિસ્તાર મોટું હિંદુઓનું ગઢ રહેલ છેઝાલોદ મીઠાચોક વિસ્તારમા એક હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમુદાય થી વિપરીત બહારના સમાજના વ્યક્તિને મકાન વેંચી દેતા હિન્દુ સમુદાયમા રોષની લાગણી જોવા મળી. મીઠાચોક વિસ્તારમાં દરેક ઘરોની દિવાલો પર હિન્દુ બચાવો, હિન્દુ વિસ્તાર બચાવો, અસાંત ઘારો લાગુ કરો, ઝાલોદ બચાવો જેવા પોસ્ટર મારેલા જોવા મળેલ હતા તેમજ આ વિસ્તારમાં મોટી વસ્તી હિન્દુઓની છે જેથી હિન્દુ સિવાયના કોઈ પણ સમાજના વ્યક્તિને જો કોઈ પણ વ્યક્તિ મકાન વેચે તો હિન્દુઓનુ હિત જોખમાય તેવી પરિસ્થિતિ પેદા થાય તેવું બની શકે છે. હાલની પરિસ્થિતિમા એક હિન્દુ સમુદાયના વ્યક્તિએ હિન્દુ સમાજના બહારના વ્યક્તિને મકાન વેચી દેતા અહીં રહેતા સ્થાનિકોમા રોષ ફાટી નીકળેલ હતો.બનાવની વિગત એવી છે કે મીઠાચોક વિસ્તારમાં આવેલ શેઠાણી ફળિયામાં એક ત્રણ માળનું મકાન આવેલ છે જેમાં નીચેના ભાગમાં દિલીપ ભટ્ટ અને તેમના પરિવારનો કબજો છે તેમજ ઉપરના બે માળ પર વૈષ્ણવ પરિવારના વનિત કોઠારીનો કબજો છે. ગ્રાઉંડ ફલોર પર કબજો ધરાવનાર હિન્દુ સમાજના વ્યક્તિ દિલીપ ભટ્ટ દ્વારા આ મકાન હિન્દુ સમુદાય બહારના વ્યક્તિ મકબુલ લખારાને વેચી દેતા આખા મીઠાચોક વિસ્તારમાં રોષ ફાટી નીકળેલ હતો. આ મકાનની 50 મીટરની અંડર ઝુલેલાલ મંદિર, 50 મીટરની અંડર રામજી મંદિર, 20 મીટરની અંદર વલ્લભ સખી મંડળ, 70 મીટરની અંદર હનુમાનજી મંદિર જેવા હિન્દુ સ્થાનકો આવેલ છે. આ વિસ્તારમાં નગરના દરેક મોટા હિન્દુ ઉત્સવની યાત્રા નીકળતી હોય છે અને અહીંયા યાત્રા દરમ્યાન રોકાણ કરી હિન્દુ પરંપરા મુજબના પ્રોગ્રામો અવાર નવાર થતા રહે છે. આ વિસ્તાર હિન્દુ સમાજનો ગઢ હોવાથી જો હિન્દુ સમાજ બહારના કોઈ પણ વ્યક્તિને આ મકાન વેચવામાં આવે તો આ વિસ્તારની શાંતિ જોખમાય તેવું બની શકે છે. જેથી અહીં રહેનાર સ્થાનિક હિન્દુઓ દ્વારા તત્કાળ અશાંત ધારાનો નિયમ લાગુ કરવામાં આવે તેવી તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે.સાથે સાથે મીઠાચોક વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ નગરમાં રહેતા હિન્દુ સમાજ દ્વારા દ્વારા અશાંત ધારો લાગુ કરવા માટે ઝાલોદ મામલતદાર, પ્રાંત અધિકારી, દાહોદ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સુધી ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવનાર છે. જો અશાંત ધારો આ વિસ્તારમાં જલ્દી લાગુ કરવામાં નહીં આવેતો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર છે. હાલ તો મીઠાચોક વિસ્તારમાં રહેનાર લોકોની પ્રબળ માંગ એ છે કે જે હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમાજની બહારના વ્યક્તિને મકાન વેચેલ છે તેનો દસ્તાવેજ તાત્કાલિક રદ કરવામાં આવે.

