Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

એકલવ્ય મોડેલ રેસીડેન્સલ સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ અને શિક્ષક નેશનલ કલ્ચરલ ફેસ્ટ 2024માં ઝળક્યા

મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર ભારત સરકાર, નેશનલ એજ્યુકેશન સોસાયટી ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ ન્યુ દિલ્હી દ્વારા પાંચમો નેશનલ કલ્ચર ફેસ્ટ 2024 ભુવનેશ્વર ઓડિશા ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યની વિદ્યાર્થીઓની ટીમને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભુવનેશ્વર (ઓડિશા) ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં એકલવ્ય મોડેલ સ્કૂલ વેજલપુર, પંચમહાલના વિદ્યાર્થીઓ અને શિક્ષકને અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત થયો હતો.

ઇંગ્લિશ પોયેમ રેસિટેશન વિભાગમાં કટારા યશવી તૃતીય ક્રમે, વિઝ્યુઅલ થ્રીડી આર્ટ વિભાગમાં રાઠવા કિશન તૃતીય ક્રમે, ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લાસિકલ મ્યુઝિક ગ્રુપમાં કટારા યાજ્ઞિક, તડવી સહજ, અજમલ રાઠવા, નિનામા સત્યજીત તૃતીય ક્રમે ઇન્સ્ટ્રુમેન્ટલ મેલોડી સોલો (હાર્મોનિયમ) વિભાગમાં બારીયા સ્તુતિ દ્વિતીય ક્રમે અને ક્લાસિકલ વોકલ સોલો મ્યુઝિકમાં કોલચા શ્રેયા પ્રથમ ક્રમે અને ટીચર્સ ઇવેન્ટમાં સંગીત શિક્ષક હેમંત પટેલ (ગોપાલ સર) ફોક સોંગ સોલો વિભાગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત થયો હતો.

આ સમગ્ર વિદ્યાર્થીઓએ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર તેમજ નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા અને એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ, વેજલપુર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે માટે શાળાના આચાર્ય હર્ષ જોશી સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સુખસર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

શું આ રીતે ભણશે ગુજરાત ? શિક્ષણ મેળવવું હોય અને સંજીવની દૂધ પીવું હોય તો કામ કરવુ પડે- જાણો વધુ

gujaratjanekta

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial