Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં આજરોજ 21-11-24 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા એસ.પી રાજદિપસિંહ ઝાલાના આદેશથી ઝાલોદ નગરમાં સ્પેશિયલ વાહન ચેકીંગ તેમજ ટ્રાફિક નિયમન ડ્રાઇવ બસ સ્ટેશનની અંદર તેમજ સરદાર ચોક થી ઠુંઠી કંકાસિયા ચોકડી સુધી યોજવામાં આવી હતી. આ ટ્રાફિક વાહન ચેકીંગ દરમિયાન જ્યાં ત્યાં ટ્રાફિકને નડતર હોય તેવા પાર્ક કરેલ વાહનોને સ્થળ પર દંડ ફટકારવામાં આવેલ હતો તેમજ જે વાહન ટ્રાફિકને નડતર હોય પણ વાહન ચાલક સ્થળ પર ન હોય તેવા વાહનનો ને ડિટેઇન કરી પોલિસ સ્ટેશનમા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વાહન ચાલકોને દંડની રકમ ભરાવી વાહન છોડી દેવામાં આવ્યું હતું. પોલિસ દ્વારા વાહન પાર્કિંગ સાથે આ માર્ગ પર જ્યાં ત્યાં ટ્રાફિક કરતા દુકાનદારોને પણ વોર્નિંગ આપી હતી તેમજ વધુ નડતર હોય તેવા દુકાનદારોને પોલિસ સ્ટેશનમાં લઈ જઈ કાયદેસર કાર્યવાહી કરી છોડી દેવામાં આવેલ હતા. પોલિસ દ્વારા યોજવામાં આવેલ આ ટ્રાફિક ડ્રાઇવમા વાહન ચાલકો પાસેથી આર.સી બૂક, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજ પણ ચકાસવામા આવ્યા હતા. આજના આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન નો પાર્કિંગના 12 કેસ, સ્થળ પર કુલ 8000 રૂપિયાનો દંડ તેમજ ટ્રાફિકને અડચણ રૂપ 6 કેસ કરવામાં આવેલ હતા. આજના આ ટ્રાફિક નિયમનમા ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, પી.આઈ.રાઠવા , દાહોદ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ ઘાઘરેટીયા આર.ટી.ઓ પી.એસ.આઈ વાઘેલા , ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા , ગોધરા સિક્યુરિટી અધિકારી તેમજ પોલિસ સ્ટાફ સાથે એન.સી.સીના વિધાર્થીઓ હાજર રહી ટ્રાફિક ડ્રાઇવમા સહયોગી બન્યાં હતાં.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત

gujaratjanekta

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના NSS યુનિટ દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત કોટડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિડીયો સર્વેલન્સ ટીમની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial