Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મુકામે કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ગુજરાત રાજ્ય કાનૂની મંડળ અમદાવાદ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ અને તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરાના ચેરમેન જજ સાહેબ શ્રી આઈ. કે. પઠાણ સાહેબ અને રજીસ્ટાર સાહેબ શ્રી જે સી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 22/07/ 2025 ના રોજ ICDS ફતેપુરા ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શેરી નાટકનો મુખ્ય હેતુ જાતીય સતામણી, બાળ લગ્ન, પોક્સો એક્ટ, મહિલાઓના અધિકારો, લીગલ સહાય, મહિલા હેલ્પ લાઇન નંબર, લાલસા હેલ્પ લાઇન નંબર વિશે વિસ્તૃત માહિતી આપીને ભવિષ્યમાં બની શકે તેવા અઘટિત ગુનાઓ સામે કાનૂની જાગૃતિ લાવવાનો હતો. આઇ.સી.ડી.એસ શાખાના સી.ડી.પી.ઓ શ્રી દિવ્યાબેન પંજાબીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં અસ્મિતા ગ્રુપ દાહોદ દ્વારા શ્રી એસ.જી કુરેશી લીગલ કમ પ્રોબેશન ઓફિસર દ્વારા નાટકનું મંચન કરવામાં આવેલ શેરી નાટક સ્ટાફમાંથી ફતેપુરાના એડવોકેટ શ્રીમતી એલ.જી. નિનામા અને લીગલ આસિસ્ટન્ટ ચિરાગ પારગી એ પણ યોગદાન આપ્યું હતું પોલીસ સ્ટાફમાંથી ઈતલીબેન અને શર્મિઠાબેને પણ કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા ICDS ના ઘટકની આંગણવાડીની બહેનોને મહિલાઓના અધિકારો અને સલામતી અંગે મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

Share

Related posts

રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ને રાજ્યકક્ષા નો એવોર્ડ

gujaratjanekta

થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસ એલર્ટ : સઘન ચેકીંગના પગલા લેવામાં આવી રહ્યાં છે

Admin

પાટણ શહેર ના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં હાઇડ્રોપોનીકસ અને ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial