નર્મદા જળ સંપત્તિ વિભાગનાં અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા જળ સંપત્તિ વિભાગનાં 5 અધિક મદદનીશ ઈજનેરને ફરજિયાત નિવૃત કરાયા હતા. અધિકારીઓ સામે નિવૃતિ કરાયા હતા. અધિકારીઓ સામે નિવૃતિ બાદ પણ ખાતાકીય તપાસ અને ફોજદારી કેસ શરૂ રહેશે.
અધિકારીના નામ
- જશવંતસિંહ મગનભાઈ પરમાર
- પ્રદિપભાઈ વજાભાઈ ડામોર
- શૈલેષ પ્રભાતભાઈ દેસાઈ
- બાબુભાઈ રામાભાઈ દેસાઈ
- અરવિંદ ભીખુભાઈ માહલા
સાબરકાંઠા જીલ્લા પંચાયત, હિંમતનગરમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.ડી.રાઠોડ તેમજ એમ.એસ.ભોયા ફરજીયાત નિવૃતિ અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા બંને અધિકારીઓને ફરજીયાત નિવૃતિ કરવામાં આવી છે.
રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાનો સિલસિલો યથાવત છે. રાજ્ય સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપી છે. જેમાં હથિયારી પીઆઇ એફ એમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા

