Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર

પંકજ પંડિત

ચાંદીપુરા વાયરસ અને અન્ય બીમારી ઓના ભય નીચે જીવતા રહેવાસીઓ આરોગ્ય તંત્ર આ ગંદકીને દૂર કરવા તાત્કાલિક પગલાં લે તેવી સ્થાનિકોની માંગ
ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના રહેવાસીઓની ચાલી આવેલ છે. આ વિસ્તાર સાંકડો છે આ વિસ્તારમાં એક ખુલ્લો પ્લોટ આવેલ છે આ પ્લોટની છેલ્લા કેટલાય સમયથી સફાઈ થયેલ નથી. આ પ્લોટ ખુલ્લો હોવાથી અહીંયાં ગંદકી અને ખુલ્લો કચરો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહેલ છે. અહીંયા રોહિત સમાજના લોકો તેમના પરિવાર સાથે ગંદકી અને બીમારીના ભય હેઠળ જીવન જીવી રહેલ છે. અહીંયા આવેલ ખુલ્લાં પ્લોટમાં જીવ જાનવર વસવાટ કરે છે જેથી અહીં રમતા બાળકો તેમજ વસવાટ કરતા લોકોને કરડી ન જાય તેનો ભય સતાવી રહેલ છે.ખુલ્લાં પ્લોટમા જણાયેલ ગંદકીના લીધે ચાંદીપૂરા બીમારી તેમજ અન્ય જીવલેણ બીમારીઓનો સતત ભય અહીં વસવાટ કરતા લોકોને સતાવી રહેલ છે. અહીંયા ખુલ્લાં પ્લોટમા આવેલ દિવાલ પડી જવાથી અહીંયાં પાર્ક કરેલ વાહન અને લોકોને ઈજા થઈ હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહેલ છે.તેમજ અહીં રહેતા સ્થાનિકો આક્ષેપો કરતા કહી રહેલ છે કે ગુજરાત સરકાર આરોગ્યને લઈ જાગૃતિ અભિયાન ચલાવી ગંદકી ન થાય તે રીતે રહેવા સુચન કરે છે પણ અહીંયાં ખુલ્લાં પ્લોટમા થયેલ ગંદકીને લીધે અહીં રહેતા સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાય તો તે માટે જવાબદાર કોણ….❔, પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આ ખુલ્લાં પ્લોટ ધરાવતા માલીકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. અહીં રહેતા સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવેલ છે કે પાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર આ ગંદકીને લઈ ગંભીર બની અહીંયાંની ગંદકી સાફ કરાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે.જો આ ગંદકીને લઈ આરોગ્ય તંત્ર પાલિકા સાથે મળી જલ્દી સફાઈ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે તેમજ સ્થાનિકોના કહેવા મુજબ જો કોઈ પણ વ્યક્તિ આ ગંદકીને લઈ ગંભીર બીમારીમાં પડશે તો તેના જવાબદાર અહીં આવેલ ખુલ્લાં પ્લોટના માલિક રહેંશે. અહીંયા રહેનાર રહીશો તંત્ર પર આક્ષેપ કરી રહેલ છે કે અમે ગરીબ પરિવારના લોકો છીએ એટલે જવાબદાર તંત્ર આ ગંદકી દૂર કરાવવા કડક રાહે કામગીરી કરી રહેલ નથી. આ ખુલ્લાં ગંદકી થી ભરેલા પ્લોટની જો ટૂંક સમયમાં સફાઈ નહીં થાય તો આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ રહેવાસીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.

Share

Related posts

કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા લીમડી*ખાતે યોજાયો

gujaratjanekta

અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે જિલ્લાનું પ્રથમ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial