Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાતના કરછ જિલ્લાનું માંડવી હેઈન્ડ-પેઈન્ટ કળા માટે પ્રખ્યાત – જાણો વધુ

અંકુર ભટ્ટ:- કરછ

કરછનું માંડવી હેઈન્ડ પેઈન્ટ કળા માટે ભારતમાં પ્રથમ, દેશ-વિદેશમાં વાર્ષિક ત્રણ થી ચાર કરોડનું ટર્ન ઓવર ઘરાવે છેં માંડવીથી ચાલું થયેલી બાટીક હેઈન્ડ પેઈન્ટ કળા આજે પણ જીવંત છેં

બાટીક બ્લોક પ્રિન્ટ કળા જે મુળ પાકિસ્તાનમાં શરૂ થઈ હતી જેના પરથી કરછના માંડવીમાં બાટીક હેઈન્ડ પેઈન્ટ કળાની પ્રથમ શરુઆત વિવેકાનંદ ગ્રામ ઉઘોગ સોસાયટીથી થઈ હતીં જે આજે પણ સ્થાનિક મહિલાઓએ જીવંત રાખી છે વિશ્વભરના ફેશન માર્કેટમાં ટકવા માટે માર્કેટિંગ કરવા ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છેં તેવામાં કોઈપણ જાતનું માર્કેટીંગ કર્યા વગર મોટું બજાર ઘરાવવાનો ઈજારો માંડવીના હસ્તકળા કારીગરો પાસે રહ્યો છેં હેઈન્ડ પેઈન્ટ ડિઝાઈન તથા બાટીક કળા ભારતભરમાં માત્ર એકમાત્ર માંડવીના કારીગરો બનાવીને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરીને વર્ષે 3 થી 4 કરોડનું ટર્ન ઓવર કરી રહ્યા છે.

સફેદ કાપડ પર પહેલા ડિઝાઈન કરવામાં આવે છે ત્યાર પછી બાટીક પ્રિન્ટને કપડાં પર હાથોના ટેરવે સ્પેશિયલ પેનને ગરમ મીણમાં ડુબાડીને મીણ ઉપાડવામાં આવે છે એજ પેનથી બાટીક પર હેઈન્ડ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારબાદ કાપડને કલર કરવામાં આવે છેં અને ફરી પાછી હેઈન્ડ ડિઝાઈન પેઈન્ટ કરવામાં આવે છે અને છેલ્લે કાપડને ડાંઈગ કરાય છેં જેથી તેમાં રહેલું મીણ અલગ થઈ જાય છે.

હેન્ડીક્રાફટનું નામ આવે એટલે કરછના અજરખપુર, ઘમડકા, ભુજોડી ખાવડા બન્ની સહિતના ગામો યાદ કરાય છેં ત્યાંનુ સ્ક્રિન પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, ભરતકામ વખણાય છે પરંતુ બાટીક હેઈન્ડ પેઈન્ટ કળા માંડવી માંજ કરાય છેં જે ભારત આખાંમાં પ્રથમ સ્થળ છેં બાટિક હેઈન્ડ પ્રિન્ટીંગ અને ડાઈંગ માટેનું પ્રથમ પ્રોડક્શન યુનિટ માંડવીમાં સ્થપાયું હતું જેમાંના કુશળ કારીગરો હવે દેશ-વિદેશમાં એકસપોર્ટ કરી રોજગારી મેળવી રહ્યા છે.

“રાષ્ટ્રીય સ્તરે આ ક્રાફટને માન્યતા જરુરી”

બાટીક પ્રિન્ટના કાપડ દેશના મેગાસીટી સાથે યુકે,શિંકાગો,સ્વિડન,સ્પેન,જાપાનમાં હેઈન્ડ પેઈન્ટ ડિઝાઈનની જબરી માંગ રહે છે આ કરછી કળાને નેશનલ ક્રાફટ શ્રેત્રે માન્યતાં મળવી જોઈએ જે હજુ સુધી મળી નથી.

Share

Related posts

દાહોદ જિલ્લા ટ્રાફિક નિયમ અનુસરવા બાબત* *મોટરવાહન જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય

gujaratjanekta

ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રી શિવગંગાધર સેવા સમીતી દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial