Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને E KYC કરી લેવા અનુરોધ

કેંદ્ર સરકારશ્રી દ્વારા જુદી જુદી ડી.બી.ટી. યોજ્નાઓ અંતર્ગત આધારબેઝ બાયોમેટ્રીક ઈ કે.વાય.સી. કરવાની સુચનાઓ આપવામા આવેલ છે. જેમા રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટાબેઝમા તમામ લાભાર્થીઓનુ આધારબેઝ બાયોમેટ્રીક ઈ કે.વાય.સી. કરવામા આવી રહેલ છે જે અનવ્યે પંચમહાલ જિલ્લામા વાસ્તા અનુસુચિત જાતિના લોકો અને ખાસ કરીને ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજોમા અભ્યાસ કરતા અનુસુચિત જાતિના લોકોને કેંદ્ર સરકારની વિવિધ યોજ્નાઓ જેવી કે, સ્કોલરશીપ યોજ્ના વગેરેનો તાત્કાલિક લાભ આપી શકાય તે માટે તમામ વિધ્યાર્થીઓ અને તેઓના વાલીઓને તાત્કાલિક નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતેના વી.સી.ઇ. દ્વારા અથવા શાળાના આચાર્યશ્રી દ્વારા અથવા તો માય રાશન નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘેર બેઠા આધારબેઝ બાયોમેટ્રીક ઈ કે.વાય.સી. કરવા જાણ કરવામા આવે છે. જે વિધ્યાર્થીઓના રેશનકાર્ડ નામ નથી તેઓ પોતાના નામો તાત્કાલિક રેશનકાર્ડમા દાખલ કરી ઈ કે.વાય.સી. કરાવી લેવા શ્રી એન.એલ.બગડા, જિલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ પંચમહાલ દ્વારા અનુરોધ કરવામા આવે છે.

વધુ શ્રી એન.એલ.બગડા દ્વારા ઓક્ટોબર ૨૦૨૪ અંતિત છેલ્લા ૧૦ દિવસમા ધોરણ ૧ થી ૧૦ મા પ્રાથમિક/માધ્યમિક શાળાઓમા અભ્યાસ કરતા અનુસુચિત જાતિના ૨૫૦૦ જેટલા વિધ્યાર્થીઓને તાત્કાલિક ડી.બી.ટી./પી.એફ.એમ.એસ. સીસ્ટમ થી સ્કોલરશીપની ૪૦ ટકા સહાય મંજુર કરી ચુકવી આપવામાં આવેલ છે.

Share

Related posts

વડોદરામાં મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો : કારના કાચ તોડાયા – જાણો વધુ

gujaratjanekta

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial