Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ.માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ શહેરના નાના દબગરવાડ અને આજુબાજુના વિસ્તાર ના માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી હતી, ત્યારબાદ દાહોદ ગૌશાળા વિસ્તારની અને ભીલવાડાની ગાયો દ્વારા નાના ડબગરવાડ ખાતે ગાય ગોહરિ પાડવામાં આવી અને આ દિવાળીનો તહેવારો જવામા આવે છે.આ ગાય ગોહરીનો ઉત્સવ અને ગોવર્ધન માળી સમાજ દ્વારા ગોરધન પૂજા કરી ત્યારબાદ ગાયોને ગોરી પાડવામાં આવે છે જે માળી સમાજમાં વર્ષોથી ગોહરી પડવામાં આવે છે, એવા માળી સમાજના સોલંકી પ્રકાશભાઈ નારણભાઈના ઘર આંગણે ગો ભગવાન ગોવર્ધન ની પૂજા કરી સાથે સાથે સાથે ગાયોની પણ પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ તેમના શરીરમાં ભાર આવે છે ત્યારબાદ જમીન પર સુઈ જાય છે એમના પરથી ગાયોના મોટી સંખ્યામાં ટોળાઓ દોડાવવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવી રહેલી આ પ્રથા છે, સોલંકી પ્રકાશભાઈ નારણભાઈ ગાય ગોહરી પડી પોતાને ધન્યતા અનુભવે છે. ત્યારબાદ આજુબાજુના લોકો સગા સંબંધીઓને નવા વર્ષની શુભકામના આપે છે ગળે મળીને નાના બાળકો પોતાના માતા-પિતાને, કાકા,કાકી, માસા, માસી પગે લાગીને આ નવા વર્ષની શરૂઆત સારા આશીર્વાદ લઈને આખું વર્ષ સારું અને નીરોગી રહે તેવા આશીર્વાદ આપવામાં આવે છે.આમ આ રીતે નાના ડબગરવાડ ખાતે માળી સમાજના લોકો દ્વારા ગાય ગોહરીની અને ભગવાન ગોવર્ધનની પૂજા કરવામાં આવી અને ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ આપ પાર્ટીની સમીક્ષા બેઠક ચેતરભાઇ વસાવાની ઉપસ્થિતમા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

gujaratjanekta

૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકાના શામણા ગામે બ્લડ ડોનેશન કોમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial