સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે. ભાજપના હેમાંગ જોશીને 8,44, 277મત મળ્યા કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર 2,81,016 મત મળતા, ભાજપ ઉમેદવાર 5,63,261 મતની લીડથી આગળ છે લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાવવામાં આવે ચે. આ બેઠક પરથી 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી. ત્યારે 2024ની ચૂંટણીમાં 33 વર્ષીય ડો. હેમાંગ જોશીએ જીત મેળવી છે. ભાજપનો મુકાબલો કોંગ્રેસના નેતા જસપાલસિંહ પઢિયાર સામે હતો. પરંતુ ભાજપે આ બેઠક જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. નોંધનીય છે કે, 1989થી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક જીતતી રહીં છે.
આઝાદી બાદ વર્ષો સુધી આ બેઠક રાજવી પરિવારના ખાતામાં રહીં હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત તો રણજીતસિંહ ગાયકવાડ બે વખત આ બેઠક પરથી સાંસદ રહ્યાં હતા. પરંતુ 1989થી ભાજપે વડોદરાને પોતાનો ગઢ બનાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં વડોદરા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ ત્યારબાદ તેમનો વિરોધ પણ થયો હતો. અંતે ભાજપે આ બેઠક પર ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપે યુવા નેતા ડો. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા.

