Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

કરછના માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું

અંકુર ભટ્ટ -કચ્છ

હૃદય રોગની જાગૃતિ અંગે આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે માંડવી દરિયા કિનારે પ્રોજેક્ટ દિલ સે હૃદય રોગની જાગૃતિ માટે બીચ મેરેથોનનું આયોજન કરાયું હતું જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર તથા દસ કિલોમીટરની વોર્કથોનને કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળીના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી. જ્યારે 25 કિલોમીટર સાયકલોથોન અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી

આ મેરેથોનમાં 1500 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતાં. આયુષ હોસ્પિટલના મેનેજમેન્ટની ટીમ સહિતનાઓએ આ ઈવેન્ટને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી ડો. ઉપેન્દ્રસિંહ વાઘેલા( ડાયરેક્ટર શ્રી) અને ડો.જેનીલ પટેલ (કાર્ડિયોલોજીસ્ટ ) એ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી.

Share

Related posts

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

gujaratjanekta

ભાઈ અને ભત્રીજા ના ઝગડા માં છોડાવાની કોશિશ કરતા મોટા ભાઈ થઈ હત્યા

gujaratjanekta

સરસ્વતીનું ધામ કે બૉલીવુડનું પ્રોડક્શન હાઉસ? પારુલ યુનિવર્સિટીમાં નોરા ફતેહીના ઠુમકા સામે ઉઠ્યો જનઆક્રોશ – જુઓ VIDEO ?!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial