Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ

ઝાલોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છોડનું વિતરણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અવાર નવાર નગર માટે જરૂરી લાગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવતા હોય છે સાથે સાથે ચોમાસાની ઋતુમાં ફ્રી મા છોડનું વિતરણ જરૂરિયાત હોય તેવા લોકોને આપી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં નગરના લોકોને તુલસી ,બીલીપત્ર, મીઠો લીમડો, સેવન, આમળા ,દાડમ, અર્જુન છાલના છોડ નું બી વિના મૂલ્ય આપી રહ્યા છે જેથી સહુ નગરના લોકો વૃક્ષારોપણ નુ મહત્વ સમજે તેમજ પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થાય તથા આવનારી નવી પેઢીને પણ પ્રકૃતિ અને વૃક્ષરોપણનું મહત્વ સમજાય. આવા આદર્શ ભાવ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડના મનિષ પંચાલ, દેવ પીઠાયા, ચિરન ચૌહાણ ,વૃક્ષાંક ચૌહાણ, જીતુ શ્રીમાળી દ્વારા નગરના જારીયાત હોય તેવા લોકોને છોડનું ફ્રી માં વહેંચણી કરી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને નગરના સહુ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ આરોપી ફરાર

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા ઈકોટુરીઝમ ખાતે સક્ષમ શાળા અંગે BRC – CRC CO. ની બે દિવસીય તાલીમ યોજાઈ – જાણો વધુ

gujaratjanekta

મુસાફરોએ ચોર ઝડપ્યો: આણંદ પાસેથી પસાર થતી ટ્રેનમાં દેશી તમંચા સાથે ચોરી કરતા શખ્સને મુસાફરોએ ઝડપી પાડ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial