Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં આરોગ્ય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત : ઝાલોદ 

ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં એન એસ. એસ. વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે તે માટે ‘આરોગ્ય જાગૃતિ’ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અનિલભાઈ અને હેતલબેને વિદ્યાર્થીઓને એચ.આઇ.વી અને હિપેટાઇટિસ બી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ આ રોગના લક્ષણો અને આ રોગમાંથી કેવી રીતે બચી શકાય તે અંગેના ઉપાયો બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ. ઓફિસર ડો. બાહદુર સિંહ ગોહિલ, ડૉ. આશિષ મોદી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કૉલેજના સ્ટાફ મિત્રો તથા કોલેજના તમામ NSS, NCC અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. બી.એમ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના નવા ચાકલીયા પ્રાથમિક શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

પોલીસ અધિક્ષકશ્રી દાહોદ નાઓ દ્વારા વ્યાજખોરોની બદી દૂર કરવા લોકદરબારનું આયોજન તા.૨૭/૦૬ /૨૦૨૪ ના કલાક,૦૫/૦૦ વાગ્યે, જિલ્લા પોલીસ ધ્વારા યોજાનાર છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial