Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચલો જ્ઞાન બઢાયે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ અને શ્રીમતી એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દાહોદ ડિસ્ટ્રિક્ટ ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તે ઉમદા હેતુથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા 2024 “ચલો જ્ઞાન બઢાયે” નું આયોજન કરવામાં આવ્યું .જેમાં પ્રિલિમ રાઉન્ડમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ વધુ માર્ક્સ ધરાવતા પ્રત્યેક ધોરણ માંથી એક એક એમ કુલ ચાર વિદ્યાર્થીઓની ચાર ટીમ બનાવવામાં આવી.ચાર ટીમ ના નામ આલ્ફા ,બીટા, ગામા અને ડેલ્ટા આપવામાં આવ્યા. આ ક્વિઝ સ્પર્ધામાં કુલ ચાર રાઉન્ડ જેમાં પ્રથમ રાઉન્ડ ટેસ્ટિંગ ટાઈમ બીજો રાઉન્ડ પિક્ચર પરફેક્ટ ત્રીજો રાઉન્ડ ચુઝ યોર કાર્ડ ચોથો રાઉન્ડ ફાસ્ટ એન્ડ ફિયરલેસ રાખવામાં આવ્યા હતા આ ક્વિઝ સ્પર્ધા માં ટીમ ડેલ્ટા ના વિદ્યાર્થીઓ (1)ચૌહાણ પ્રિન્સ ધો-12(2) પરમાર નીવ ઘો- 11(3) કૂં મહાવર ક્રિષ્ના ઘો-10 (4) સોલંકી કૌશિક ઘો 9 વિજેતા થયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમંગભાઈ દરજી અને પ્રોત્સાહક અને પ્રેરક સંચાલન કમલેશ ભાઈ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રીમતી નિતીક્ષાબેન પટેલ દ્વારા નિર્ણાયક ની ભૂમિકા ભજવી નિર્ણય આપવામાં આવ્યો હતો .વિજેતા ટીમને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દાહોદ ના કોમ્યુનિકેટર અભિષેક ભાઈ શ્રીવાસ અને અલીભાઇ વોહરા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભાગ લીધેલ બાકીની ત્રણેય ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના શિક્ષક મિત્રોએ પણ ઉત્સાહથી સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share

Related posts

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બે તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

શહેરા વિસ્તારના સાડીસમડી ફળીયા માં આર્મીજવાન નિવૃત થઇ માદરે વતન આવતા શહેરા પરિવાર અને નગરજનો તેમજ તમામ નગરજનો ઘ્વારા વાજતે ગાજતે તેમનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું.

gujaratjanekta

આપ નેતાઓની હાજરીમા ઝાલોદ પાલિકા ચુંટણી ઉમેદવારોની સેન્સ કામગીરી હાથ ધરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial