Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

દાહોદ : દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કલ્પેશ બારીયા, દેવગઢબારિયા તેમજ પી. એચ.સી. મેડિકલ ઓફિસર ડૉ. પ્રભાત દેગાવાડાના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ ટેસ્ટિંગ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન એડોલેસન હેલ્થ ડે ની ઉજવણી અને ચાંદીપુરમ વાયરસથી થતી બીમારી સંદર્ભે અને અન્ય રોગો વિશેની માહિતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પટેલ અને ડૉ. પ્રિયંકા સોની દ્વારા આપવામાં આવી હતી.ઉપરાંત સિકલસેલ કાઉન્સિલર અને એડોલેન્ટ હેલ્થ કાઉન્સિલર દ્વારા કિશોરીઓને પોષણ સિકલસેલ એનિમિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સિકલ સેલ ટેસ્ટિંગ અને એચ.બી. ટેસ્ટિંગની કામગીરી કરી ઉપરાંત mphw દ્વારા મેલેરિયા તેમજ અન્ય રોગો વિશે કિશોરીઓને માહિતગાર કરવા વિસ્તાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી.

Share

Related posts

અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે જિલ્લાનું પ્રથમ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું

gujaratjanekta

ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ – આ મુદ્દાઓ પર મંત્રીઓ, અધિકારીઓ સાથે ચર્ચા

Admin

નવરાત્રી કે લવરાત્રી !!? – વડોદરામાં મિત્રને મળવા રાતે ગયેલી સગીરા પર ગેંગરેપ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial