Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

૯ મી ઓગષ્ટના રોજ પંચમહાલના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

 ૯ મી,ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે જે પૈકી ૨૬ સ્થળો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના મોરા સ્થિત એ.પી.એમ.સી ખાતે રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૯ મી ઓગસ્ટ ૨૦૨૪,વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ,ખાતમુર્હુત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ,જિલ્લા કલેકટરશ્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Share

Related posts

વડોદરામાં પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી : પુર જેવી સ્થિતિ – જાણો વધુ

gujaratjanekta

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક વર્ષમાં થયા ૨૧૧ તિથિ ભોજન, તેમાં વાયદપૂરામાં સૌથી વધુ

gujaratjanekta

કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ, સેનાએ હાથ ધર્યું ઓપરેશન ત્રાશી-1 – જુઓ Video

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial