Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાતમાં તહેવારો નજીક આવતાની સાથે પોતાના વતન તરફ જવા લોકો મોટાભાગે ST બસોનો ઉપયોગ કરતા હોય છે. ST બસોમાં ભીડ વધુ હોવાને કારણે કેટલાક ગઠીયાઓ આવી ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોય છે ત્યારે વાપી બસ ડેપોથી સવારે 11.00 કલાકે વાપી થી દાહોદ તરફ જતી બસમાં એક મહિલા મુસાફર વડોદરાના મકરપુરા થી કાલોલ ખાતેની ટીકીટ લઇ બસમાં બેઠા હતા અને પોતાનુ સ્ટેન્ડ આવતા તેઓ કાલોલ ડેપો ઉતરી ગયા હતા પરંતુ પોતાની સાથેનુ 15 હજાર રૂપિયા ભરેલુ પાકીટ બસ માં ભુલી ગયા હતા.

આમ મહિલાને પંદર મિનિટ પછી પોતાનુ પાકીટ યાદ આવતા તેઓ મોટર સાઇકલ ઉપર આવી બસમાં જે સીટ ઉપર બેઠા હતા ત્યા તેમજ આજુબાજુ તપાસ કરતા પાકીટ ન મળતા તેઓ નિરાશ થઈ બસના પેસેન્જરોને આજીજી કરી હતી તેવામાં મહિલા કંડક્ટર શ્રીમતી નિશાબેનની સતર્કતાથી બસના તમામ મુસાફરોને કડક શબ્દોમાં કહ્યું કે હું કોઈપણ મુસાફર ને ઉતરવા દેવાની નથી અને ગાડી સીધી પોલિસ સ્ટેશન લઈ જવ છું.

તેમછતાં જો કોઇએ પર્સ લીધુ હોય તેમને 10 મિનિટનો સમય આપુ છુ અને બસ ની લાઈટ બંધ કરું છું જો કોઈ વ્યક્તિ દ્વારા ભૂલ થી પાકીટ લેવાઈ ગયું હોય તો બસ ની ગેલેરી માં મૂકી દેવું અને આમ બસની લાઈટ બંધ કરતા જ કોઈ મુસાફર દ્વારા 15000 હજાર રૂપિયા ભરેલુ પાકીટ જે તે જગ્યા પર મૂકી દેવાયું હતુ. આમ કંડક્ટર શ્રીમતી નિશાબેનની સતર્કતા અને કળનો ઉપયોગ કરી મુળ માલિક પરમાર અનસુયાબેન ભરત ભાઈને પાકીટ પરત કર્યુ હતુ. હાજર સૌ કોઈએ કંડક્ટર નિશાબેનની આ સતર્કતાના વખાણ કર્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના નાનસલાઈથી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial