Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે માંડલીખૂંટાની ભજન મંડળી એ ધૂમ મચાવી બપોરે પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

પંકજ પંડિત

શ્રાવણ માસ એટલે પૂજા અર્ચના સાથે ભોળાનાથની પવિત્ર ભક્તિ. ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે આખા શ્રાવણ માસ દરમિયાન અનેક ભક્તિ ભાવ જેવા પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ ભોળાનાથ ભગવાનમા અનેરી આસ્થા તેમજ શ્રદ્ધા ધરાવતા શ્રધ્ધાળુઓ મંદિરમાં યોજાતા દરેક ધાર્મિક પ્રોગ્રામોમા ભક્તિ ભાવ સાથે જોડાતા હોય છે. આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે બપોરે બે વાગ્યા મુવાડા પટેલ સમાજનુ મા શક્તિ મંડળના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદના ગરબા દરમ્યાન શિવ પાર્વતીની વિવિધ ઝાંખી, ગરબા તેમજ ભજન યોજાયા હતા.રાત્રીના 9 વાગે માંડલીખૂંટા ભજન મંડળ દ્વારા પૌરાણિક પરંપરા મુજબ મંજિરા ખંજરી, ઢોલક તેમજ તંબુરા જેવા વાજીંત્રો સાથે લય બદ્ધ રીતે ભજન કરવામાં આવ્યા હતા. ગ્રામીણ પરંપરા મુજબ તાલબદ્ધ રીતે ગવાતા ભજનો એ અનેરું આકર્ષણ જમાવ્યું હતું તેમજ તાલબદ્ધ ગવાતા ભજનમા સહુ ઉપસ્થિત ભાવિક ભક્તો લીન થઈ ગયેલ જોવા મળતા હતા. તેમજ ગ્રામીણ કક્ષાની સુંદર ભજન ગાયકી થી સહુ લોકો પ્રભાવિત થઈ ગયેલ હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5148 જન્મ જયંતિની ઉજવણી અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial