Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વડોદરામાં પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી : પુર જેવી સ્થિતિ – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ માજા મુકી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ વધુ એક વાર ખુલ્લી પડી છે. જેના પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્કૂલમાં ગયેલા બાળકો અને તેમના વાલીઓ બન્નેની હાલત કફોળી બની હતી. જોકે વડોદરા પોલીસ બાળકો અને પાણી ભરાતા રસ્તામાં અટવાયેલા લોકોની મદદે આવી છે. પરંતુ પાલિકાની કોઇ ટીમ મદદ માટે કશે પહોંચી હોય તેવું જોવા મળ્યું નથી.


હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. વડોદરા શહેર અને જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હાલ વિશ્વામિત્રી નદી 15 ફુટની સપાટીએ વહી રહીં છે.


વૈકુંઠ ચાર રસ્તા, વાઘોડિયા રોડ, આજવા રોડ, સોમા તળાવ તેમજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરવામાં આવે તો દરેક વિસ્તારમાં ઠેર ઠેર ઘુટણસમા પાણી ભરાતા લોકો અટવાયા છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ ખુબ હાલાકી ભોગવી રહ્યાં છે. તેવામાં સ્કૂલો છુટતા બાળકોને ઘરે પહોંચાડવા માટે ગોરવા પોલીસની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત ગેંડા સર્કલ પાસે પાણી ભરાતા ચાલતા લોકોને તેમના સ્થળે પહોંચાડવા માટે પણ ગોરવા પોલીસ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Share

Related posts

ગુજરાતની ધરતી પર આવીએ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે – કેશવપ્રસાદ મોર્ય યુપી ના. મુખ્યમંત્રી

gujaratjanekta

જમ્મુ કાશ્મીર / પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 26 : PM મોદી ભારત પરત ફર્યા

gujaratjanekta

ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવીહનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial