ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો જેમાં મામલતદાર એન એ વસાવા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા નાયબ મામલતદાર ડામોર સીડી પીઓ મેડમ સંકલન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત કાર્યક્રમમા મરણનો દાખલો તલાટી દ્વારા આપવામાં આવતો નથી . જમીન સંપાદન કર્યા વિના નવીન રસ્તો બનતો અટકાવવા. બલૈયા ગામે વારંવાર જતું લાઈટ રેગ્યુલર કરવા. વાઘ વડલા અને પટ્ટીસરા સીમાડાને જોડેતો રસ્તો રીપેરીંગ કરવા સરકારી દવાખાના પાછળ વસવાટ કરતા લોકોને પાણીની સમસ્યા હોય સરકારી બોર તથા તો શૌચાલય કરી આપવા વિગેરે માટેની અરજદારો દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી કલેકટર યોગેશ નિર્ગુડે દ્વારા સ્થળ પર હકારાત્મક નિકાલ આવ્યો હતો તેમજ જેથી વિભાગના અધિકારીઓને કર્મચારીઓને સૂચના આપી હતી

